કડીમાં મારે દીકરી નહિ દીકરો જોવે છે તેમ કહીને પતિએ પત્ની ને માર માર્યો

April 18, 2022
ગરવી તાકાત મહેસાણા : કડી માં આવેલ શાંતિ રેસીડેન્ટ થોળ રોડ ઉપર આવેલ સોસાયટી માં રહેતા રીટાબેન પ્રવીણભાઇ પ્રજાપતી ઉમર વર્ષ 40 જેમણે 17 વર્ષ પહેલાં સમાજ ના રિતી રિવાજ પ્રમાણે લગ્ન કરાવવા આવ્યા હતા અને લગન બે વર્ષ સારી રીતે રાખવામાં આવતી હતી અને ત્યાર બાદ દિકરી નો જન્મ થયો હતો ત્યારથી તેમના ઘર પરિવાર ના સાસુ સસરા તથા પતિ ને ચડામણી કરીને પતિના કાન ભભેરણી કરી ઝગડા કરાવતા હતા અને કહેવા લાગેલ કે આ છોકરીઓ મારે જોઈતી નથી મારે દીકરો જોવે છે તેમ કહીને નાની નાની વાતોમાં તેમજ ઘરમાં ઝગડા કરતા તથા ગડદા પાટું નો માર મારતા પત્ની પતિ ને વારંવાર સમજાવતી કે દીકરી આપવી કે દીકરો આપવો એ ભગવાન ના હાથ માં છે પણ પતિ ના સમજતા વારંવાર આ બાબતે પત્નીને માર મારવા આવતો હતો.
હાલ ના કળયુગ માં લોકો ને દિકરી એક  બોજ બનતી હોય તેવું લોકો માં જોવા મળી રહ્યું છે ત્યારે લોકો દીકરીઓ માટે અનેક લોકો ભગવાને પ્રથાના તથા આસ્થા રાખતા જોવા મળતા હોય છે પણ જેના ઘરે દીકરીઓ નો જનમ થતો હોય છે ત્યારે એ પરીવાર ઉપર જાણે એક બોજ દિકરી બની હોય તેવું જોવા મળી રહેતું હોય છે. ત્યારે આવી ધટના બનતી હોવા ને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળતો હોય છે જેમના ઘરે કોઈ દિકરી ના હોય તો લોકો દિકરી દતક લેવા માટે લોકો ત્યાર હોય છે. ત્યારે આવી એક ઘર પરીવાર માં દીકરી ના બદલે દીકરો જોવે છે આવી બાબતે પત્ની ને માર મારતા તથા ઘર ની બહાર કાઢી મૂકતાં પરિવારમાં દુઃખ ની લાગણી છવાઈ જાય છે.
પત્ની ફરીથી બીજી ડિલિવરી થતા તેમને ફરીથી દીકરીનો જન્મ આપેલ અને તેમના પરિવારના  સાસુ-સસરા તથા પતિને આ બાબતના ગમતા પત્નીને  નાની મોટી વાતોમાં ઝગડો કરતા અને માર મારતા હતા અને કેરોસીન છાંટીને મારી નાખવાની ધમકી આપતા પત્ની મોટી દીકરી લઈને તેમના પિતા ના ઘરે ચાલ્યા ગયા હતા પરંતુ દિકરી નું ઘર ના તૂટે તે માટે તે ને સમજાવીને તેના ઘરે મોકલેલ હતા પરંતુ થોડા સમય સારી રીતે રાખેલ અને ફરીથી ઝગડો અને મારા મારતા પત્ની આજ રોજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આજ રોજ પતિએ પત્નીને માર મારતા પત્નીએ કડી પોલીસ સ્ટેશનખાતે આવી તેમના માતા પિતા તથા ભાઈઓ ને જાણ કરતા તાત્કાલીક ધોરણે આવી પહોંચી ને દીકરી ને સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી અને પત્નીએ તેમના પતિ પ્રવીણભાઈ પ્રજાપતિ તથા સાસું ચંપાબેન રણછોડભાઈ તેમના સસરા પ્રજાપતી રણછોડભાઈ રહે શાંતિ રેસીડન્ટ થોળ રોડ કડી ત્રણેય વિરુદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી ગઢડા પાટુ માર મારતા અને ઘરમાંથી પહેરેલ કપડે એલ કાઢી મુકતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને કડી પોલીસે કડક કાર્યવાહી થાય તે માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0