કડીમાં નરાધમે યુવતી સાથે રેપના ઈરાદે લેંગીઝ ખેંચી, પીડિતાએ હંગામો મચાવી દેતા આરોપી મારપીટ કરી ફરાર !

શેર કરવા અહીં ક્લિક કરો.

કડીના એક ગામમાં નરાધમે બદઈરાદે યુવતીની લેગીઝ ખેંચી રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ હંગામો મચાવી દેતા બાદમાં આરોપીએ યુવતી સાથે મારપીટ કરી ઈજાગ્રસ્ત કરી હતી.  આ મામલે કડી પોલીસ મથકે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

કડી તાલુકાના આદુંદરા ગામમાં છેડછાડ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતી તેના ઘર આગળ ઉભી હતી તે દરમ્યાન એક નરાધમ ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપીએ રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને યુવતીએ પહેરેલ લેંગીજ ખેંચી દીધી હતી. યુવતીએ હોબાળો મચાવી દેતા આસપાસથી પીડિતાની બહેન અને અન્ય લોકો પહોંચી આવ્યા હતા. આ દરમ્યાન આરોપીએ યુવતી તથા અન્ય સાથે મારપીટ કરી ભાગી ગયો હતો. જેમાં પીડિતાને પીઠના ભાગે ધોકાના મારથી ઈજા પણ પહોંચી હતી. 

આ પણ વાંચો – રેપના બદલામાં રેપ : સગીર બહેન સાથેના દુષ્કર્મનો બદલો લેવા આરોપીની બહેન સાથે ગેંગરેપ !

આ મામલે આરોપી વિરૂધ્ધ કડી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે આરોપી સોલંકી રજનીકાન્ત નટવરભાઇ  વિરૂ્ધ્ધ આઈપીસીની કલમ 354(ખ), 324, 323 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.