જવાનના પાર્થિવદેહને માદરે વતન લાવી અંતિમ સંસ્કાર કરવામા આવ્યા. ધરતી માતાના સપૂતને ખોતા પરિવાર સહિત ગ્રામજનોમાં ઘેરા આઘાતની લાગણી.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઘોડીયાલ ગામના વતની અને કોલકાત્તા ખાતે બી.અેસ.અેફ.માં ફરજ બજાવતા આશિષ કુમાર વશરામભાઇ વાલમિયાનું ફરજ દરમિયાન મૃત્યુ થતા આજે આ બી.એસ.એફ જવાનના પાર્થિવદેહને પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લવાયા બાદ માદરે વતન ઘોડીયાલ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં સમાજના આગેવાનો તેમજ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જવાનની અંતિમયાત્રામાં જોડાયા હતા અને સૌ કોઈની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. 
દેશની સુરક્ષા કાજે સરહદ પર તૈનાત બી.એસ.એફના જવાનો પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર દેશની રક્ષા માટે ખડેપગે સેવા આપતા હોય છે. તેમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ યુવાનો દેશ માટે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર હોય છે. તેવા જ વડગામ તાલુકાના ઘોડીયાલ ગામના વતની આશિષકુમાર વશરામભાઇ વાલમિયા નામના જવાન પણ કોલકાતા ખાતે ફરજ દરમ્યાન શહિદ થતા જવાનના પાર્થિવ દેહને પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવેલ હતો અને આજે તેમના માદરે વતન વડગામ તાલુકાના ઘોડીયાલ ખાતે લાવી અંતિમવિધિ કરવામાં આવી હતી.
દેશની સુરક્ષા કાજે સરહદ પર તૈનાત જવાનના મૃત્યુથી ગ્રામજનોમાં તેમજ તેમના પરિવારજનોમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી. બી.એસ.એફ જવાનની અંતિમયાત્રામાં આખુ ગામ ઉમટ્યું હતું અને હિબકે ચઢ્યું હતું. આમ વડગામ તાલુકાના ઘોડીયાલ ગામના આ બી.એસ.એફ જવાનનું કોલકાતામાં ફરજ દરમિયાન મૃત્યુ થતા તેમના પાર્થિવદેહને આજે વતન ખાતે લાવવામાં આવતાં સન્માનભેર જવાનની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
પાર્થિવ દેહની સાથે આવેલા અધિકારીએ શું કહે છે.
આ અંગે પાર્થિવ દેહની સાથે આવેલા અધિકારીને પત્રકારોએ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમારા ભાઇને સન્માનભેર તેના વતન ખાતે લાવી તેની અંતિમ વિધિ કરવાની અમારી જવાબદારી હતી તે અમે પૂર્ણ કરી છે. જો કે જવાનના મૃત્યુ અંગે કઈ અવસ્થામાં મૃત્યુ થયું તે બાબતે તેઓએ કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.
Contribute Your Support by Sharing this News: