નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળ માટે એક વખત ફરીથી ચૂંટણી મેદાનમાં છે. વિપક્ષ તેમણે ચૂંટણીમાં નોટબંધી, GST, ખેડૂતની સ્થિતિ, રાફેલ ડીલ, બેરોજગારી, અસહિષ્ણુતા સિવાય જે મોટા મુદ્દા પર ઘેરવાની કોશિષ કરી રહ્યાં છે તે છે તેમની વિદેશ મુલાકાત.

છેલ્લાં 5 વર્ષમાં પીએમ મોદીએ 57 દેશોની મુસાફરી કરી છે. ભાજપ આ મામલે દલીલ કરી રહ્યું છે કે, પીએમ મોદીની મુલાકાતથી વિશ્વ મંચ પર ભારતની વૈશ્વિક છબી મજબૂત થઇ છે અને રોકાણ આવ્યું છે. જ્યારે વિદેશ પ્રવાસ પર થનાર ખર્ચાને લઇ વિપક્ષ તેમની ટીકા કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેના પર આરોપ મૂકતા આવ્યા છે કે સ્થાનિક સમસ્યાઓને નજર-અંદાજ કરાઈ રહી છે.  પીએમ મોદીના 92 વખત કરાયેલા વિદેશ પ્રવાસથી ભારતને શું પ્રાપ્ત થયું? તેમણે પોતાના પૂર્વવર્તી મનમોહનસિંહની સરખામણીમાં લગભગ બમણો વિદેશ પ્રવાસ કર્યો છે. એક  રિપોર્ટ પ્રમાણે મોદીના પ્રવાસમાં એક તૃત્યાંશ હિસ્સો શિખર સંમેલનનો છે.  અને તેને લઈને ભારતને ફાયદો પણ થયો છે..ખાસ કરીને જાપાન અને રશિયાના પ્રવાસનો લાભ વધારે મળ્યો છે

 ભારતનું FDI 193 અબજ ડોલર રોકાણ

જો વાત FDIની કરીએ તો મોદી સરકારમાં ભારતનું FDI 193 અબજ ડોલર રહ્યું, જો કે, તેમના અગાઉની સરખામણીમાં 50 ટકા વધુ છે. મેન્યુફેકચરિંગ દ્વારા રોજગારની તક પર જોર આપવા છતાં FDI ભારતના સર્વિસ અને કેપિટલ ઇંસેંટિવ ઇન્ડસ્ટ્રીઝ તરફ જ આકર્ષિત રહ્યું. મોદી પોતાના લાંબા ગાળાના આર્થિક અને રણનીતિક વિરોધીથી રોકાણને લઇ પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં છે. જેમાંથી મોટાભાગની શરૂઆત થઇ નથી.  માર્ચ 2018 સુધીમાં ચીનથી ભારતને મળનાર FDI કુલ 1.5 અબજ ડોલર રહ્યું હતું. જ્યારે પાંચ વર્ષ માટે જાપાને 20 અબજ ડોલરના રોકાણનું વચન આપ્યું છે.

અમેરિકા પાસેથી ક્રૂડ તેલ અને દ્રવિત નેચરલ ગેસ કાર્ગોની ખરીદી

મોદીના નેતૃત્વમાં ભારતે પહેલી વખત અમેરિકાથી ક્રૂડ તેલ અને દ્રવિત નેચરલ ગેસ કાર્ગો ખરીદવાનું શરૂ કર્યા છે.  છેલ્લાં પાંચ વર્ષમાં રશિયાથી લઇ મધ્યપૂર્વથી તેલ ખરીદવાની ડીલ થઇ. એટલે સુધી કે વિશ્વના સૌથી મોટી તેલ નિકાસકાર કંપની અમાર્કોને ભારતમાં રોકાણ માટે તૈયાર કર્યું હતું. મોદીએ રણનીતિક પ્રોજેકટ માટે કેટલાંય દેશોને સાથે લેવાની કોશિષ કરી અને જે તેમના માટે રાજકીય માથાનો દુખાવો પણ બન્યા હતા. પરંતુ મોદી સરકારની વિદેશ નીતિથી ભારતને સારો લાભ થયો છે.

Contribute Your Support by Sharing this News: