ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.32 લાખ દર્દીઓ સામે આવ્યા, 2713 દર્દીના મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

દેશભરમાં કોરોનાની બીજી લહેર લહેર શાંત પડી છે. એવામાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં  1,32,364 નવા કોરોના નોંધાયા છે. ત્યારે તેની સામે  2 લાખ કરતા વધારે દર્દીઓ સાજા થયા છે. પરંતુ મોતનો આંકડામાં હજુ પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. છેલ્લા 24 કલાકમાં 2713 દર્દીઓના મોત નિપજ્યા હતા.

દેશભરમાં અત્યાર સુધી કુલ 2,85,74,350 કોરોના કેસ નોંધાયા છે. તેની સામે 2,65,97,655 દર્દીઓ રીકવર પણ થયા છે. ત્યારે 2713 દર્દીના મોત સાથે કુલ મોતની સંખ્યા 3,40,702 પર પહોંચી ગઈ છે. એવામાં હજુ પણ કોરોનાના 16,35,993 દર્દીઓ એક્ટિવ છે.

જો રસી કરણની વાત કરીયે તો અત્યાર સુધી 22,41,9,448 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 28.75 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારે 35.74 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 20.75 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.