ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1871 કેસ નોંધાયા તો 5146 દર્દીઓ સાજા થયા !

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાત સહીત દેશભરમાં કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1871 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 5146 દર્દીઓ સાજા થયા છે તથા 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,83,070 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં અત્યાર સુધી 7,62,270 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. હાલ એક્ટિવ કેસનો આંકડો 35,403 પર પહોંચ્યો છે.

મોતના આંકડાની વાત કરીયે તો અમદાવાદ 5, વડોદરા 3, સુરત 4, જુનાગઢ 1, નવસારી 1, ભરુચ 1, રાજકોટ 1, પંચમહાલ 1, જામનગર 2, સાબરકાંઠા 1, અરવલ્લી 1, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, અમરેલી 1, છોટા ઉદેપુર 1ના મોત સાથે કુલ 25 દર્દીના મોત થયા છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.