રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળ્યું. છેલ્લા 24 કલાકમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડના ઉમરગામ 5 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે સુરતના કામરેજમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરતના ઉમરપાડામાં અને નવસારીમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના કપરાડા અને વડોદરાના પાદરામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના છ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચ કરતાં વધુ વરસાદ પડયો.

32 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન રાજ્યમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં અડધો ઇંચ કરતા વધારે વરસાદ થયો.

Contribute Your Support by Sharing this News: