રાજ્યમા કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે. તેના સામે સાજા થયેલ દર્દીઓની સંખ્યા 4869 રહી હતી. અને 22 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855 પર પહોચ્યો છે.
અત્યાર સુધી 7,71,860 લોકો સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29,015 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21 ટકા છે. અને આજે 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ કોપોરેશન 5, સુરત કોપોરેશન 2, વડોદરા કોપોરેશન 2, વડોદરા 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, જુનાગઢ 1, ગીર સોમનાથ 1, રાજોકટ 1, જામનગર કોર્પોરેશન 2, પંચમહાલ 1, મહેસાણા 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1 ના મોત સાથે કુલ 22 મોત થયા છે.