અનલોક અમલમાં આવ્યું ત્યારબાદ કપડવંજ નગરમાં દિનપ્રતિદિન કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે છેલ્લા ૧૨ દિવસમાં જ ૧૮ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે .અમથા પારેખની ખડકીમાં રહેતા મનહરલાલ શાહ ને પાંચ છ દિવસથી તાવ રહેતો હોવાથી સ્થાનિક દવાખાનામાં સારવાર કરાવ્યા બાદ ઠીક ના લગતા નડીઆદ અને અમદાવાદ સારવાર કરાવી હતી તે સમય દરમ્યાન અમદાવાદ ખાતે કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા નડીઆદની એન ડી દેસાઈ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .જયરે બીજો કેસ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા પાર્થ મનુભાઈ પટેલ ( ઉમરવર્ષ  ૩૦ ) ને તેઓને તાવ ફરિયાદ રહેતા કરમસદ હોસ્પિટલ ખાતે તપાસ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે .આમ અનલોક સમયમાં કપડવંજ નગરમાં આજુબાજુના ખરીદી કરવા આવતા લોકો અને નગરજનો  દો ગજ કી દુરી , ફરજીયાત માસ્ક વગેરે ની અમલ કરતા નથી તેવું ઘણીબધી જગ્યાએ જોવા મળે છે .બાઈક પર બે વ્યક્તિને હોય અને માસ્ક ના હોય તો બસો રૂપિયા દંડ કાયદાકીય રીતે નિયમો અનુસાર વસુલવામાં આવી રહ્યો છે પરંતુ આજુબાજુના ગામના શટલિયા રીક્ષાઓવાળા ખીચોખીચ મુસાફરો બેસાડી કાયદાકીય રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરીને બસ ડેપો સામેથી  ૮ થી ૧૦ પેસેન્જર ભરીને અવર જવર કરતા હોય છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી જેથી  તેને નજરઅંદાજ કરવાની ભૂલ ભવિષ્યમાં દર્દીની સંખ્યામાં વધારો થવા માટે કારણભૂત નીવડશે તો તેના જવાબદાર કોના શિરે રહેશે તે ચર્ચાનો પ્રશ્ન બની રહ્યો છે .