પાલનપુર જિલ્લા પંચાયતની સાધારણ સભામાં જિલ્લા પંચાયત હસ્તક પથિકાશ્રમ કલેકટરને સોંપવા બહુમતી ઠરાવ પસાર
-
પાલનપુર કલેકટર કચેરી અન્યત્ર ખસેડવાના વિવાદ પર પૂર્ણ વિરામ
-
જમીનના રિસર્વે અને ખેડૂતોને થતી કનડગતને લઈ ઉઠ્યા સભ્યોના સવાલ
બનાસકાંઠા જિલ્લા પંચાયતની આજે સાધારણ સભા યોજાઈ હતી. શાસક પક્ષ અને વિપક્ષની સહમતિથી પાલનપુર પથિકા આશ્રમ કલેકટર હસ્તક કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનાથી કલેકટર કચેરી અન્યત્ર ખસેડવાની વાત છે. જોકે પથિકાશ્રમ કલેકટર ને સુપ્રત કરવામાં આવે તો કલેકટર કચેરીનું નવેસરથી બાંધકામ થઈ શકે ત્યારે જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સહમતિથી ઠરાવ પસાર કર્યો હતો. અને જિલ્લા પંચાયત પથિકાશ્રમની જગ્યા કલેકટરને સોંપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે કલેકટર કચેરી બદલવાની જગ્યાના વિવાદ ઉપર પૂર્ણવિરામ આવ્યો છે. તો આરોગ્ય વિભાગની એફ.એસ.ડબ્લ્યુના કર્મચારીઓ હાજર ન રહેતા હોવાની સાધારણ સભામાં રાવ પણ ઉઠી હતી ત્યારે ખેડૂતોની જમીનમાં રી-સર્વે અને ખેડૂતો પરેશાન થવાની પણ સભ્ય જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.