બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અને સરકારની ગાઇડ લાઇન અમલીકરણ કરવા જાહેર જનતાને નિવેદન કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કૃષિ યુનિવર્સિટી તરીકે જાણીતા દાંતીવાડા તાલુકા પંચાયતના ભાજપ પક્ષના સદસ્ય કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂક કરવા માટે બેઠક મળી હતી.
ભાજપના કાર્યકરો દ્વારા કોઈ નિયમ નહિ અને આમ જનતા માટે દંડ આ તે કેવો નિયમ ?
આ બેઠકમાં દાંતીવાડા તાલુકા પંચાયત ના નવા નિમાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં તાલુકા પંચાયતના સદસ્યોએ શ્યોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા અને બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન સતત વધારો થઇ રહ્યો છે છતાં તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓને કોરોના વાયરસ નો ડર નથી લાગતો અને સરકારની ગાઇડ લાઇનનું ભંગ કરતા નજરે જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ પોલીસ દ્વારા લોકોને દંડ વસૂલવામાં આવે છે. તો જોવાનું રહ્યું કે આવા જવાબદાર અધિકારીઓ સરકારની ગાઇડ લાઇન નું પાલન નહીં કરે તો આમ જનતા ક્યાંથી કરે એ પ્રશ્ન ઊભો થયો છે.