સી.આર.પાટીલે લોકસભાની ચુંટણીની તર્જ પર આવનારી વિધાનસભા ચુંટણીમાં 180 માંથી 180 શીટો જીતવાનો ઈરાદો જાહેર કર્યો હતો. જેમાં તેમને પાર્ટી કાર્યકર્તાઓને બુથ લેવલે કામગીરી સોંપી હતી. જે કામગીરીમાં પોતાના વોર્ડમાં પેજ કમીટી બનાવવાનો નિર્ણય લીધો હતો. પેજ કમીટીની કામગીરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. જેમા તેઓ વોર્ડમાં બુથવાઈઝ પન્ના પ્રમુખો ફોર્મ ભરી સોંપતા હોય છે. ભાજપના એક કાર્યકર્તા તરીકે સીએમ રૂપાણીએ પણ પન્ના પ્રમુખ તરીકે ફોર્મ ભરી સી.આર.પાટીલને સોપ્યુ હતુ.
પરંતુ પન્ના પ્રમુખ તરીકે ભરેલા તેમના ફોર્મને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં તેમને ફોર્મમાં ભરેલી વિગતો ઉપર સવાલો ઉઠી રહ્યા છે. સી.એમ. રૂપાણીએ ભરેલી વિગતો અધુરી હોવાથી સવાલો થઈ રહ્યા છે. તેમને પોતાના મોબાઈલ નંબર,જન્મ તારીખ, તથા મેરીટીયલ સ્ટેટસની કોલમમાં કોઈ વિગત નહોતી ભરી. જેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો – લોકોએ નંબર માંગ્યો, મહેસાણા-કડીમાં કોઈને કોરોના આવે તો નીતીન પટેલના મદદનીશનો કોન્ટેક્ટ કરવો
સી.એમ. રૂપાણીએ ખુદ ટ્વીટ કરી તેમને આ માહીતી શેર કરી હતી. જેથી લોકો સવાલ કરી રહ્યા હતા કે, સી.એમ.નો મોબાઈલ નંબર ના હોય ? તેઓ પરણિત છે કે અપરણિત એની જાણકારી કેમ નથી આપી, તેમની જન્મ તારીખનો પણ ઉલ્લેખ નથી કરાયો.
આમ સી.એમ. રૂપાણી ટ્વીટ કરી પોતાને માત્ર સીએમ જ નહી પણ ભાજપના ડેડીકેટેડ કાર્યકર્તા પણ દર્શાવવા જતા હતા પરંતુ સોસીયલ મીડીયામાં તેમની વિગતો અધુરી હોવાથી ચર્ચા છેડાઈ હતી.