દેશમાં 50 કરોડ લોકો ‘ગેમ’ રમે છે અબજોનો ધંધો છતા કોઈ નિયમ-કાનુન નથી

શેર કરવા અહીં ક્લિક કરો.

‘વ્યાખ્યા’ના નામે કાનુની લડત: બાળકોથી બુઢ્ઢાને લત લાગે છે દેવાદાર પણ બને છે

અખબાર સહિતના મીડિયા પ્લેટફોર્મ ઉપર સટ્ટાને પ્રોત્સાહિત કરતી જાહેરાતો પ્રસિદ્ધ થવા સામે સરકારની લાલ આંખ

કોઈ પણ મીડિયા સીધી કે આડકતરી રીતે સટ્ટાબાજીની જાહેરાત પ્રસિદ્ધ કરશે તો તેને કાયદાનો ભંગ ગણાશે:

જુગારને પ્રોત્સાહન આપવા માટે સટ્ટાબાજીના પ્લેટફોર્મે સરોગેટ પ્રોડક્ટના રૂપમાં ન્યુઝ વેબસાઈટનો ઉપયોગ શરૂ કરી દીધાનું ખુલ્યું

ગરવી તાકાત તા. 07 – દેશમાં ઓનલાઈન ગેમનું જે જંગી માર્કેટ છે અને સરકારને હવે તેમાં મોટી કમાણી નજરે ચડી રહી છે તેમાં પ્રતિબંધ કેવા અસરકારક હશે તે દેશમાં ઓનલાઈન ગેમનું 2.6 અબજ ડોલરનું છે અને 50 કરોડ લોકો આ પ્રકારની ગેમ રમે છે અને મોબાઈલ ગેમ રમવામાં ભારત નંબર વન બની ગયા છે અને તે તબકકાવાર વધતી જાય છે. જો કે આ પ્રકારની ગેમમાં કોઈ નિયમ કે વ્યાખ્યા નથી અને તેથી તેમાં રમનાર સાથે છેતરપીંડી થાય છે. ઈનામી રકમ અપાતી હતી અને સૌથી વધુ તે એક આદત બની જતા બાળકોથી લઈને વયસ્કો તેમાં મર્યાદા ગુમાવીને રમે છે અને નાણાકીય રીતે ફસાય જાય છે અને તેમાં હવે સ્થાનિક વસુલી વધી છે. ભારતમાં કોઈપણ રમતમાં સટ્ટા પર પ્રતિબંધ છે પણ ક્રિકેટ સહિતના સટ્ટા પુરબહારમાં ચાલે છે.

આઈપીએલ દરરોજ રોમાંચક મુકાબલા રમાઈ રહ્યા છે જેનો ક્રિકેટરસિકો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. સાથે સાથે બુકીઓ અને પંટરો પણ દરેક મેચ ઉપર કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અખબાર સહિતના મીડિયા પ્લેટફોર્મ ઉપર પાછલા થોડા દિવસોથી સટ્ટાને પ્રોત્સાહિત કરતી જાહેરાતો પ્રસિદ્ધ થવા લાગતાં સરકારે તેની સામે લાલ આંખ કરી છે અને આ પ્રકારે જુગારનો પ્રચાર નહીં કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. લોભામણી જાહેરાતો દ્વારા પૈસા કમાવાનું સ્વપ્ન બતાવનારી ઓનલાઈન ગેમ ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે. સરકાર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સરકાર તરફથી કહેવાયું છે કે ઓનલાઈન ગેમની સેલ્ફ રેગ્યુલેટર સંગઠન મારફતે તપાસ કરાવશે. નિયમો પર ખરી ઉતર્યા બાદ જ ઓનલાઈન ગેમ્સને પબ્લીક પ્લેટફોર્મ ઉપર જવાની પરવાનગી આપવામાં આવશે. આ સાથે જ મિનીસ્ટ્રી ઑફ ઈળ્ફર્મેશન એન્ડ બ્રૉડકાસ્ટે કહ્યું કે મીડિયા પ્લેટફોર્મ પણ સટ્ટાબાજીની જાહેરાત ચલાવવાથી બચે અને જો આમ કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી માટે તેમણે તૈયાર રહેવું પડશે.

આઈટી રાજ્યમંત્રી ચંદ્રશેખરે જણાવ્યું કે ઓનલાઈન ગેમ્સની સેલ્ફ રેગ્યુલેટરી સંગઠન તપાસ કરવામાં આવશે. સરકાર એવી જ ઓનલાઈન ગેમ્સને મંજૂરી આપશે જેમાં કોઈ પણ પ્રકારે પૈસાની હાર-જીત થઈ રહી ન હોય. મીડિયામાં પ્રસારિત થઈ રહેલી સટ્ટાબાજીની જાહેરાતો અંગે સરકારે કહ્યું કે કાયદા પ્રમાણે સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે એટલા માટે તેને પ્રોત્સાહિત કરવાથી બચવું જોઈએ. સરકારનું કહેવું છે કે જો કોઈ મીડિયા પ્લેટફોર્મ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સટ્ટાબાજીની જાહેરાત કરે છે તો તેને કાયદાનો ભંગ ગણવામાં આવશે.

માહિતી પ્રસારણ નિયમ 2021 અનુસાર મંત્રાલયે કહ્યું કે સટ્ટાબાજી પ્લેટફોર્મ ઉપર જાહેરાત એક ગેરકાયદેસર ગતિવિધિ છે જેને ડિઝિટલ મીડિયા ઉપર બતાવી શકાય નહીં. જાહેરનામામાં એમ પણ જણાવ્યું કે સટ્ટાબાજીના પ્લેટફોર્મનું પ્રમોશનલ ક્ધટેન્ટ અને જાહેરાત હજુ પણ અમુક ન્યુઝ પ્લેટફોર્મ તેમજ ઓટીટી પ્લેટફોર્મ ઉપર બતાવવામાં આવી રહ્યું છે. ઓનલાઈન ઑફશોર સટ્ટાબાજી પ્લેટફોર્મે જાહેરાત કરવા માટે એક સરોગેટ પ્રોડક્ટના રૂપમાં ન્યુઝ વેબસાઈટનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.