પંચમહાલના શહેરામાં પતિએ સૂતેલી પત્ની પર ધારિયાથી હુમલો કર્યાં બાદ પોતાનું જ ગળું કાપી નાખ્યું,

શેર કરવા અહીં ક્લિક કરો.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામમાં માનસિક વિકલાંગ પતિએ નિંદ્રાધીન પત્ની ઉપર ધારિયાથી હુમલો કર્યાં બાદ પોતાના ગળામાં ધારિયાથી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને સારવાર આપવામાં આવી રહી છે

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામમાં શાંતિલાલ અનખનલાલ પરમાર તેના પરિવાર સાથે રહેતો હતો અને ખેત મજૂરી કરતો હતો. તેણે કેટલાક સમયથી માનસિક સમતુલા ગુમાવી દીધી હતી. જેથી તે ગામમાં પણ અર્ધનગ્ન જેવી હાલતમાં ફર્યા કરતો હતો અને પરિવારને પણ પરેશાન કરતો હતો

આજે વહેલી સવારે ઊઠ્‌યો હતો. તે વખતે ઘરમાં પડેલું ધારીયુ તેના હાથમાં આવી ગયું હતું. અસ્થિર મગજના શાતિલાલે આવેશમાં આવી નિંદ્રાધીન પત્ની ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્ની કૈલાશબેન પરમારને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘા વાગતા ઊંઘમાંથી જાગેલી પત્નીએ બૂમાબૂમ કરતા તેનો પુત્ર ઉઠીને દોડી આવ્યો હતો. અને પોતાની માતાને ગંભીર હાલતમાં જાેઇને તેના પિતાને પકડવા દોડ્યો હતો

જાેકે પુત્રના હાથમાં પિતા શાંતિલાલ પરમાર આવે તે પહેલાં પિતાએ પણ પોતાની જાતે જ ગળાના ભાગે ધારિયાનો ઘા મારી દીધો હતો. જેમાં તેનું ગળુ કપાઈ ગયું હતું. દરમિયાન, ઇજાગ્રસ્ત પતિ-પત્નીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે દંપતીને વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કર્યાં હતા. જેમાં શાંતિલાલ અનખનભાઇ પરમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના પત્ની કૈલાશબેન શાંતિલાલ પરમારની સારવાર હાથ ધરી હતી. જ્યાં તેની પણ હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.વડોદરા પોલીસ દ્વારા આ બનાવની જાણ શહેરા પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.