ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૭)

મહેસાણા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિસેને દિવસે વધતો જાય છે. શહેરના વિસ્તારો જેમકે ભરિયાનાનાળા, વિકાસનગર, પાલાવાસના ચોકડી, મોઢેરા ચોકડી, રાધનપુર ચોકડી અને હાઇવે પર રખડતા ઢોરોનો ત્રાસ વધુ જોવા મળે છે. શહેરમાં દીન પ્રતિદીન વધતો રખડતા ઢોરોનો ત્રાસ. મહેસાણામાં  જેટ ની ટીમ કાયઁરત કરવામાં આવી છે પણ તે દેખાતી નથી કે રખડતા ઢોરો ટીમને દેખાતા નથી. કોપોઁરેશન દ્વારા દાવાઓ કરવામાં આવે છે પણ કાયઁવાહી કરવામાં આવતી નથી. ઢોર ત્રાસ અંકુશ ખાતા વાળા આવે તે પહેલાં ઢોર માલીકો સજાગ થઇ જતા ઢોર પકડમાં આવતા નથી. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતના ભયથી ચલાવતા વાહન ચાલકોને છુટકારો મળે.

તસ્વીર અહેવાલ યુવરાજ ઝાલા મહેસાણા