ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેર માં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર હોય તે વાતને નકારી શકાય તેમ નથી જ્યારે નગરપાલિકાના સત્તાધીશો અવારનવાર નાના મોટા પ્રોગ્રામ કરીએ સ્વચ્છતા અંગે મીડિયામાં પણ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા હોય છે ત્યારે આ અહેવાલ ના માધ્યમથી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ડીસા શહેર માં માત્ર સ્વચ્છતા અભિયાન કાગળ ઉપર હોય તે વાતને નકારી શકાય તેમ નથી. ડીસા શહેરમાં થોડા સમય અગાઉ ડીસા શહેર માં ઠેરઠેર ભૂગર્ભગટર નાખવાની કામગીરી ડીસા નગરપાલિકા દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને આપી હતી તે કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર ડીસા શહેર ની ભૂગર્ભ ગટરની કામગીરી માં મોટો ભ્રષ્ટાચાર આચરિયો હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી ડીસા શહેરના મુખ્ય માર્ગો ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ઠેરઠેર ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે. જ્યારે ડીસા શહેરમાં પડેલા મામૂલી વરસાદના કારણે ડીસા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની પોલ લોકોની સમક્ષ આવી છે જો કોન્ટ્રાક્ટરે ભૂગર્ભ ગટરની કામગીરી પૂરી નિષ્ઠાથી કર્યું હોય તો વરસાદી પાણી કેમ ભરાઈ જાય છે તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બનવા પામ્યા છે ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ઉચ્ચ કક્ષાના અધિકારી ચીફ ઓફિસર સાહેબ અંગત રસ દાખવી ડીસા શહેરના ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં ભરે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા બનાસકાંઠા