ગરવી તાકાત, કડી
કડીમાં રોડ -રસ્તાના કામોમાં તંત્ર એટલી હદે બેદરકારી દાખવી રહ્યું છે કે લોકોનો તંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે.અને કડી શહેરના રસ્તાઓના ખાડાને હવે બ્લોકના સહારે રહેવું પડે છે. કડી નગરપાલિકા આ રસ્તાઓની સમસ્યા જાણતું હોવા છતાં કડીનું તંત્ર મોટો કોઈ અકસ્માતની રાહ જોઈ ને બેઠું છે કે પછી કોઈ મોટી ઘટના બનશે ત્યારે કડી નગરપાલિકા આવા રોડનું સમારકામ કરશે હવે તે જોવાનું બાકી રહી ગયું છે.
કડી માં અલગ અલગ વિસ્તારમાં જવાના રસ્તા એટલી હદે બિસ્માર બની ગયા છે કે આ રોડ ખાડારાજમાં ફેરવાય ગયા છે. તેમાંય હમણાં પડેલા ભારે વરસાદમાં આ રોડનું ધોવાણ થઈ ગયું હતું. આ રોડ પર ડામરનો ભાંગીને ભુક્કો થઈ ગયો છે. આખા રોડની પથારી ફરી જતા કડીના લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.
આ પણ વાંચો – મહેસાણા-ચાણસ્મા હાઈવે: શુ એક વરસાદથી રોડને તુટી જ જવુ જોઈયે?
રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે લાખો નહિ પરંતુ કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે, સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ કડી તાલુકામાં જોવા મળે છે કડી શહેર તથા આજુબાજુ ના ગામડામાં જતા માર્ગો ના મુખ્ય રસ્તા ઉપર એક એક ફૂટના ગાબડાં પડી ગયા છે જેથી કરીને આ રસ્તાનો ઉપયોગ કરીને સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.
ચાલું વર્ષ દરમ્યાન ભારે વરસાદ ને કારણે જે પડેલા ગાબડાં હતા તે તેને નગરપાલિકા દ્વારા તે રોડ ઉપર થોડા દિવસો પહેલા રોડ ઉપર કાચો માલ રેતી,સિમેન્ટ, કપચી નાખી ને સમારકામ કરવામાં આવ્યું હતું પણ રોડ કોન્ટ્રાક્ટરોના વધતા જતા ભ્રષ્ટાચાર અને બેદરકારીને કારણે થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદ ને કારણે કડીના અલગ અલગ વિસ્તારના રોડ ઉપર ગાબડાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો – અરજી: રોડ બનાવતી કંપનીને બ્લેક લીસ્ટ કરવા બેચરાજી ધારાસભ્યની માંગ
રાહદારીઓ અને મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે અને વાહનોમા મોટુ નુકશાન થવાની ફરીયાદ ઉઠી રહી છે. તેમજ વાહનચાલકો ઉપર જાનનું જોખમ રહે છે. અહીંથી પસાર થવું એટલે સામે ચાલીને અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. રોડની આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. તેથી, સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – પાલાવાસણા થી રામપુરા રોડ: એક જ વર્ષમાં કેટલી વાર બનાવાશે અને રીપૈર થશે?
કડી માં ભારે વરસાદને કારણે કડી ના જાહેર માર્ગો ઉપર નગર પાલિકા દ્વારા રોડ ઉપર ના ખાડા પુરવા માટે નગરપાલિકા ને હવે બ્લોક નો સહારો લેવો પડ્યો હતો અને તે રોડ ઉપર થી નીકળતા નાના-મોટા વાહનચાલકો જયારે ડિસ્કો ડાન્સ રોડ ઉપર થી નીકળતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કડી નગર શહેર ના જાહેર માર્ગો ઉપર જોવા મળી રહ્યું છે કે આ રોડ ઉપર થી તંત્ર ના અધિકારીઓ વાંરવાર અવર-જવર કરતા હોય છે છતાં પણ તે લોકો આ પડેલા ખાડાઓ નો યોગ્ય નિકાલ હજુ સુધી કરી શકયા નથી છેલ્લા 45 વર્ષ થી કડી નગરપાલિકામાં ચાલી આવતું એક તરફી શાસન હોવા છતાં કડી માં રહેલી જાહેર જનતા ને આવી દરવર્ષ પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે.કડી માં કરોડો રૂપિયા ના ખર્ચે કડી શહેર માં લોકાર્પણ ના કાર્યક્રમો કરવામાં આવે છે પણ તંત્ર દ્વારા કડી ની જાહેર જનતા માટે દરવર્ષ આ રોડ ની આવી પરિસ્થિતિમાં થી ક્યારે બહાર નિકાળવા માં આવશે હવે તે જોવા નું રહ્યું છે.
રીપોર્ટ –જૈમિન સથવારા