♦ડુંગળીના ભાવમાં એક મહિનામાં ૫ ગણો વધારો કેવી રીતે થયો?

ગરવીતાકાત,અમદાવાદ(તારીખ:-૨૩)

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સર્હિંતના રાજ્યોમાં વરસાદની સીધી અસર ગુજરાતમાં શાકભાજીના ભાવ પર જોવા મળી છે. ખાસ કરીને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જે ડુંગળી એક મહિના અગાઉ ૧૦ રુપિયે કિલો વેચાતી હતી તે ડુંગળી ના ભાવ પાંચ ગણા વધુને ૫૦ થી ૬૫ સુધી પહોચી ગયા છે. શાકભાજીના ભાવમાં પહેલાની સરખામણી માં ૫૦% જેટલો વધારો જોવા મળ્યો છે. વરસાદના કારણે બહારના રાજ્યમાંથી આવતી શાકભાજી પાલડી જતા ખરાબ થઇ જાય છે. બીજી તરફ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી પણ લોકોને રડાવી રહી છે. કર્નાટક, આંધ્રમાં વરસાદથી તહેવારોની મોસમમાજ ડુંગળીના ભાવ આસમાને પહોચી ગયા છે. વરસાદના કારણે ખેડૂતોનો પાક ખરાબ થઇ ગયો છે. અને રાજ્યભરની શાકમાર્કેટમાં આવક ઘટી છે. પરિણામે ડુંગળીના ભાવ વધી ગયા છે. મધ્યપ્રદેશ રાજસ્થાન માં પણ વરસાદ કારણે ડુંગળી બગડી ગઈ છે. એશિયાની સૌથી મોટી ડુંગળી ની બજાર લાસલગાવમાં છે જ્યાં ૨૦ દિવસ માંજ ડુંગળીના ભાવ ડબલ થઇ ગયા છે. મુંબઈ  અને દિલ્હી જેવા શહેરમાં પણ ડુંગળીના ભાવમાં વધારો થઇ ગયો છે. દિલ્હીમાં ડુંગળીનો કિલોએ રિટેલ ભાવ ૬૫ રૂપિયા સુધી પહોચી ગયો છે.  સપ્ટેમ્બર ૨૦૧૫ પછી ચાર વર્ષમાં ડુંગળીના ભાવમાં આટલો વધારો નોંધાયો છે. અને આ ભાવધારા પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ જોવા મળ્યું નથી, એટલે આગામી દિવસોમાં ડુંગળીનો ભાવ ૧૦૦ રૂપિયા કિલો થોઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ડુંગળી સિવાય શાકભાજીના ભાવમાં પણ ઉછાળો અમદાવાદમાં શાકભાજી માર્કેટ માં એક મહિના અગાઉ ડુંગળી ૧૦ રૂપિયા કિલો વિચાતી હતી, જેનાભાવ હાલ ૫૦થી ૬૫ રૂપિયા થઇ ગયા છે. મહારાષ્ટ્ર તરફથી પહેલા ૨૫૦ ટન જેટલી ડુંગળીની આવક હતી. જે હાલમાં ૧૦૦ ટન જેટલી થઇ ગઈ છે આવક માં ઘટાડો થતા ડુંગળીના ભાવમાં પણ ઉચાળો આવ્યો છે. એક મહિના આગાઉ જે ડુંગળી ૧૦ રૂપિયા કિલો વેચાતી હતી તેના હાલ ૫૦થી ૬૫ રૂપિયે કિલો વેચાણ શાક માર્કેટમાં થયું છે. માત્ર દુન્ગદીજ નહિ પણ અન્ય શાકભાજી પણ જેમકે કોથમીર ૧૫૦રૂ કિલો, વટાણાનું ૧૪૦ રૂ કિલો વેચાણ થઇ રહ્યું છે. જયારે ગવાર ૭૦રૂ, ફલાવર ૮૦રૂ, ગીલોડાનું ૧૦૦રૂ  કિલો વેચાણ થઇ રહ્યું છે. શાક્ભાઈ ઓછી આવકના પગલે શાકભાજી ના ભાવમાં ૫૦% જેટલો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.