કડીના પીરોજપુરની સીમમાંથી પોલીસે રેઈડ કરી દેશી દારૂની ભઠ્ઠી શોધીકાઢી હતી.પોલીસની રેઈડમાં 30.90 હજારનો માલ સહીત બે શખ્સો ઝડપાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – મેઘાણીનગરમાં સળગાવેલ હાલતમાં યુવતીની લાશ મળતા પરિવારના 6 સભ્યોની ધરપકડ
ગત સોમવારે કડી પોલીસને બાતમી મળી હતી કે કડીના પીરોજપુર ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસે આવેલ તળાવની પાસે કોઈ શક્ખો ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાનુ કામ ચલાવી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે રેઈડ કરી બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યા પોલીસને દેશી દારૂના અડ્ડા ઉપરથી 600 લીટર દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ દેશી દારૂના જથ્થામાંથી તપાસ માટે થોડો દારૂ રાખી, તમામ 600 લીટર દેશી દારૂના જથ્થાનો નાથ કર્યો હતો. ઝડપાયેલ આરોપી રવિ સેંધાજી ઠાકોર રહે પીરોજપુરા,કડી, (2) કીરણ ભીખાભાઈ પટેલ, રહે – ઉવારસદ, તા,જી, ગાંધીનગરની ધરપકડ કરી તેમની વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 65ઈ,65એફ,81 મુજબ ગુનો દાખલ કર્યો હતો.