ગરવી તાકાત,મહેસાણા
દેશમાં વેપાર માટેના સ્વતંત્ર વાતાવરણમાં કેનેડાની એક સંસ્થા દ્વારા ગ્લોબલ ઈકોનોમિક ફ્રીડમ ઈન્ડેક્સ નામના રીપોર્ટ જાહેર કર્યો છે. જેને ભારતમાં સેન્ટર ફોર સીવીલ સોસાયટીએ પ્રકાશીત કર્યો હતો. આ ગ્લોબલ ઈકોનોમિક ફ્રીડમ ઈન્ડેક્સ રીપોર્ટમાં માં ભારતનુ સ્થાન જે વર્ષ 2019 માં 79 માં સ્થાને હતુ તે 26 ક્રમ નીચે ગબડી હવે ’ 105 માં નંબરે પહોંચી ગયુ છે.
ગ્લોબલ ઈકોનોમીક ફ્રીડમ ઈન્ડેક્ષની યાદીમાં હોંગકોંગ પ્રથમ નંબરે અને સિંગાપુર બીજા નંબરે છે. આ ઈન્ડેક્ષમાં રસપ્રદ બાબત એ છે કે ચાઈના આ રીપોર્ટ અનુસાર 124માં ક્રમે છે. રિપોર્ટ મુજબ એક વર્ષમાં વિશ્વ સ્તરે વ્યાપારની સ્વતંત્રતા,સરકારના આકાર, સંપત્તિના અધિકાર,ન્યાય પ્રણાલી અને , નાણા, શ્રમ અને વ્યવસાય જેવી બાબતોમાં ભારતની સ્થિતિ લછડી છે જેથી તેના રેન્ક ઉપર અસર પડી છે.
આ પણ વાંચો – મુકેશ અંબાણીની RIL 15 લાખ કરોડનુ માર્કેટ કૈપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની
આ ઈકોનોમીક સર્વેમાં ન્યુઝીલેન્ડ,અમેરીકા, સ્વીઝરલેન્ડ,મૌરીસીયસ,જ્યોરજીયા,કેનેડા,આયરલેન્ડ જેવા દેશો ટોપ 10 માં આવે છે.
અને છેલ્લા દશ દેશોમાં આફ્રીકા રીપબ્લીક,ડેમોક્રેડીટક કોન્ગો,ઝીમ્બાબ્વે,રીપબ્લીક ઓફ કોન્ગો, અલ્ગેરીયા,ઈરાન,અંગોલા,લીબીયા, સુડાન, અને વેનેજુએલા છે. તથા વિશ્વના બીજા મહત્વ પુર્ણ દેશોના રેન્ક ઉપર નજર કરવામાં આવે તો એમાં જાપાન 20માં, જર્મની 21 ,ઈટાલી 51 , ફાન્સ 58, મેક્સીકો 68, રસીયા 89, બ્રાઝીલ 105 માં નંબરે આવે છે.
10 અંકના માપદંડ પર સંસ્થાએ કાયદાકીય પ્રણાલીમાં એક વર્ષ પહેલા જે 5.17 આપ્યા હતા તેની જગ્યાએ 5.06 આકારની બાબતમાં વર્ષ 8.22 ની સરખામણીએ 7.16 અંક, આંતરરાષ્ટ્રીય વ્યાપારની સ્વતંત્રતાના મામલામાં 6.08 ની જગ્યાએ 5.71 અને નાણા, શ્રમ તથા વ્યવસાયના વિનિયમના મામલામાં 6.63 ની જગ્યાએ 6.53 અંક હાંસીલ થયા છે.