ગરવીતાકાત,સુરત: મંદીના માહોલમાં નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની મોટી રકમની જોગવાઈનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરતના એક યુવકે દંડ નહીં ભરવા અનોખું નાટક કર્યું. સરથાણા વિસ્તારમાં રહેતા ઈલેક્ટ્રીક દુકાન ધરાવતા અલ્પેશ નામના યુવકે તેની બાઈકની હેડલાઈટ પર એક કાગળ ચોંટાડી દીધો છે જેના પર લખ્યું છે કે આર્થિક મંદીના કારણે ટ્રાફિકનો દંડ ભરી શકું તેમ નથી. અલ્પેશની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.