ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા ખાતે થોડા દિવસ અગાઉ એક વેપારીને છરો બતાવી બાઈક પર આવેલા લૂંટારુઓએ વેપારી પાસે રહેલા સોના ચાંદીના દાગીના લૂંટી ફરાર થયા હતા. સમગ્ર મામલે મહેસાણા એસઓજી ટીમને બાતમી મળતા ચાર લૂંટારુને દબોચી લેવામાં આવ્યા છે.
સતલાસણામાં થોડા દિવસ અગાઉ થયેલ લૂંટ મામલે મહેસાણા એસઓજી ટીમ આરોપીઓને ઝડપવાની ફિરાકમાં હતી. જ્યાં ચાર ઇસમો ઊંઝાથી મહેસાણા બાજુ આવતા હોવાની બાતમી મળતા એસઓજી ટીમે બાઈક રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં લૂંટારું પોલીસને જોઈ પોતાનું બાઈક મહેસાણા બાજુ ભગાડ્યું હતું જ્યાં પોલીસે તેનો પીછો કરી રામોસણા બ્રિજ પાસે કોર્ડન કરી ઝડપી લીધા હતા.
તપાસ દરમિયાન પોલીસે 4 મોબાઇલ, 2500 રોકડા એક બાઈક મળી કુલ 31 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપીઓ સતલાસણા ખાતે લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા 99 હજારના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા.
અગાઉ પણ પાટણ,ગાંધીનગરમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યોઝડપાયેલા આરોપી જત હસમતઅલી, ઠાકોર સિધ્ધરાજ સિંહ, જત સોહિલ ખાન, વાદી રાજુભાઇ અને વોન્ટેડ તરીકે ઠાકોર વનરાજ, ઠાકોર અલકેશજી, વાદી અમરતભાઈ આ આરોપીઓ ભેગા મળી અગાઉ ગાંધીનગર જિલ્લામાં 2 વાહન ચોરી ત્યારબાદ પાટણ જિલ્લામાં 3 ઘરફોડ ચોરી સહિત કુલ 6 ગુન્હા કર્યા હોવાની કબૂલાત કરી હતી હાલમાં પોલીસે 4 આરોપી ને ઝડપી 3 આરોપી ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.