એક સવાલના જવાબમાં મીની માથુરે કહ્યુ -ઈન્ડીયન આઈડલ શો ને હોસ્ટ નહી કરે

શેર કરવા અહીં ક્લિક કરો.

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ શો ઘણા વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરે છે. આ શો ની લોકપ્રિયતા સવિશેષ છે. આ પ્લેટફોર્મ ઘણા ઉભરતા કલાકારોને એક અલગ ઓળખ આપે છે. ૨૦૦૪માં આ શો ની શરૂઆત થઇ હતી. આ શો ૧૭ વર્ષ બાદ પણ દર્શકોનો લોકપ્રિય છે . ૨૦૦૪ અને ૨૦૦૫ માં, ‘ઇન્ડિયન આઇડોલ’ ની મીની માથુર અને અમન વર્મા દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું. બાદમાં પ્રખ્યાત ટીવી એક્ટર હુસેન વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨ માં મીની માથુર સાથે દેખાયો. પરંતુ આ પછી મીનીએ પોતાને સંપૂર્ણ રીતે શોથી દૂર થઇ ગઇ હતી અને હવે મીની કહે છે કે તે ક્યારેય ઇન્ડિયન આઇડોલનું હોસ્ટ કરશે નહીં.

મીની તાજેતરમાં તેના પ્રશંસકો સાથે મને કંઈપણ પુછો ખેલી રહી હતી એ સમય દરમિયાન તેમના એક પ્રશંસકે તેમને પૂછ્યું કે ‘જાે તમને તક મળે તો હવે તમે ઈન્ડિયન આઇડોલને હોસ્ટ કરશો’? આ સવાલના જવાબમાં મીનીએ ઈન્ડિયન આઇડોલના દિવસોની એક ફોટો શેર કરીને લખ્યું, ‘મેં તેને જન્મ આપ્યો, તેને મોટો કર્યો અને પછી તેને ઉડાન માટે છોડી દીધો. હવે હું આ ફરીથી સંભાળી શકતી નથી. ઉલ્લેખનીય છે કે મીની ઘણા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ આજે પણ તેની ફેન ફોલોવિંગ ઓછી નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.