— ખેડૂતો દ્વારા તંત્રને વારંવાર રજુઆત વાત કરતા હોવા છતાં કાર્યવાહી કરાતી નથી :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના રંગપુરડા પાસે પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલની બાજુમાં જ માઇનોર કેનાલ બનાવેલી છે જે ઓવરફ્લો થતાં રંઘોળા ગામના ખેડૂતોના ખેતરમાં નર્મદાનાં પાણી ફરી વળતા ખેતરમાં કરેલ વાવણી ને ભારે નુકસાન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે
કડી તાલુકાના રંગપુરડા ગામ પાસે પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલની બાજુમાં ખેડુતો માટે સિંચાઇ માટે બનાવેલ માઇનોર કેનાલનુ પાણી વરાળ થઈને બાજુમાં કાન્સમાં આવે છે અને કાંસનું પાણી રંગપુરા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતો દ્વારા વાવણી કરેલ ડાંગર પાકમાં ફરી વળતાં ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે
કડી તાલુકાના રંગપુરડા નાં ખેતરોમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા ખેડુતો દ્વારા 2015,21,22 સરદાર સરોવર નિગમમાં વારંવાર રજુઆત કરવા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કેનાલના પાણી રંગપુરા ગામના 15 વીઘાથી વધુ ડાંગરના પાકમાં ફરી વળતાં ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના ખેડુતો દ્વારા જાણવા મળ્યું કે આ સમસ્યા દર વર્ષે થાય છે પરંતુ અધિકારીઓને જાણ કરીએ છીએ પરંતુ કંઇ નિરાકરણ આવતું નથી તો જલ્દીમાં જલ્દી આનું કાયમી નિરાકરણ આવે તેવી ખેડૂતોની માગ ઉભી થવા પામી છે
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી