રાજકોટમાં કપાસિયા તેલમાં ફરી ડબ્બે ૧૫ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો ૨૨૧૫ રૂપિયાનો થયો છ. તો સીંગતેલ ૨૩૦૦ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે. નોંધનીય છે કે, નવેમ્બર માસમાં કેન્દ્રે ખાદ્યતેલની બેઝિક ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો હતો. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તેલ પરનો કૃષિ સેસ ક્રૂડ પામ ઓઈલ માટે ૨૦% થી ઘટાડીને ૭.૫% અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે ૫% કરવામાં આવ્યો છે. ઇમ્ડ્ઢ પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યુટી વર્તમાન ૩૨.૫% થી ઘટાડીને ૧૭.૫% કરવામાં આવી છે.
ઘટાડા પહેલા, તમામ પ્રકારના ક્રૂડ ખાદ્ય તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ૨૦% હતો. ઘટાડા પછી, ક્રૂડ પામ ઓઈલ પર અસરકારક ડ્યુટી ૮.૨૫%, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર ૫.૫% હશે. ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે પામ તેલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલ પરની આયાત જકાતને તર્કસંગત બનાવી છે, દ્ગઝ્રડ્ઢઈઠ પર સરસવના તેલના વાયદાના વેપારને સ્થગિત કરવામાં આવ્યા છે અને સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે, તેમ સરકારે વધુમાં જણાવ્યું હતું.
(ન્યુઝ એજન્સી)