રાધનપુરમાં આવકના દાખલા માટે અરજદારોને સરકારી કચેરીના ધક્કા,,

શેર કરવા અહીં ક્લિક કરો.

— તંત્રની આડોડાઈથી ગરીબ લાભાર્થીઓને

— સાદા કાગળ પર સ્વઘોષણા પત્રનો સરકારી પરિપત્ર હોવા છતાં સોગંધનામું કરવાની ફરજ પડાય છે

ગરવી તાકાત મહેસાણા: રાધનપુર શહેરમાં અરજદારોને આવકના દાખલા માટે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. અરજદારે સ્વઘોષણાપત્ર રજુ કરવાનો સરકારી પરિપત્ર હોવા છતાં અધિકારીઓ દ્વારા સોગંદનામા માંગી ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હોવા બાબતે ઉચ્ચકક્ષાએ અરજદારો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા આવક ના દાખલા માટે અરજદારે સ્વઘોષણા પત્ર (સેલ્ફ ડેકલેરેશન) એનેક્ષર-એના નમૂનાથી સાદા કાગળ પર રજુ કરવા માટે ઠરાવ કરવામાં આવેલો છે. પરંતુ ૨૨મી ફેબઆરીના રોજ રાધનપુર શહેરમાં વસતા વાદી સમાજના લોકો આવકનો દાખલો કઢાવવા માટે આજરોજ મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા. ત્યારે અરજદાર પાસે અધિકારીઓ દ્વારા ફરજિયાત સોગંદનામા કરાવવામાં આવ્યા હતા. ગરીબ અરજદારો પાસેથી સોગંદનામા કરાવવા અધિકારીઓ દ્વારા ફરજ પાડવામાં આવી રહી છે.

ગરીબ પ્રજા ખોટા ખર્ચથી બચે તે હેતુસર સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે પરંતુ આ પરિપત્રનો અમલ રાધનપુર મામલતદાર કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવતો નથી.  મામલતદાર કચેરી ખાતે વાદી સમાજના સો થી વધારે અરજદારો આવકના દાખલા કઢાવવા માટે આવ્યા હતા પરંતુ તેઓ પાસે સોગંદનામાં કરાવવાની ફરજ પાડવામાં આવતા આ બાબતે તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોર દ્વારા મામલતદાર અને નાયબ કલેકટરને  સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્રના અમલ મુજબ અરજદારોને આવકના દાખલા આપવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્ર અમારા સુધી પહોંચ્યો ન હોવાનું રટણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઇને આ બાબતે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.