પંજાબમાં અમરિંદરસિંહે અલગ પક્ષ બનાવ્યો, કહ્યુ – અમે ભાજપ સાથે મળી સરકાર બનાવીશું

December 1, 2021
Captain Amarindar With Amit Shah

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પરિસિૃથતિ વચ્ચે કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરનારા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું હતું કે તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરીને પંજાબમાં સરકાર બનાવશે. સાથે જ તેમણે અકાળી દળથી દુર રહેવાની પણ જાહેરાત કરી હતી.


કેપ્ટન અમરિંદરસિંહ અને નવજાેતસિંહ સિદ્ધુ વચ્ચે પંજાબમાં વિવાદ ચાલી રહ્યો હતો. જે દરમિયાન કોંગ્રેસે પંજાબના મુખ્યમત્રી પદેથી કેપ્ટનને હટાવ્યા ત્યારથી તેઓ નારાજ હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નવા પક્ષનું નામ પંજાબ લોક કોંગ્રેસ આપ્યું છે. જ્યારે કેપ્ટનને પૂછવામાં આવ્યુ કે શું મોટા નેતાઓ આ પક્ષમાં જાેડાશે કે કેમ તો જવાબમાં તેમણે કહ્યું હતું કે તમે રાહ જાેવો, બધુ જ સારૂ થવા જઇ રહ્યું છે.

અમરિંદરસિંહે કહ્યું હતું કે પંજાબમાં હવે મારો પક્ષ, ભાજપ અને એસએડી મળીને સરકાર રચવા માટેના પ્રયાસો કરશે. બીજી તરફ આ જાહેરાત પહેલા કેપ્ટને હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરની સાથે બેઠક યોજી હતી. જેને પગલે એવી અટકળો હતી કે તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરવા જઇ રહ્યો છે, આ અટકળોને બાદમાં કેપ્ટને સાચી ઠેરવી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0