નવી દિલ્હીઃ પટનાના પૉશ વિસ્તારના કિદવાઈ પુરીમાં એક જ ઘરમાંથી ત્રણ લોકોના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પટનાના મોટા કાપડના વેપારી નિશાંત સર્રાફે પહેલા પત્ની અને દીકરાને ગોળી મારી તેમની હત્યા કરી બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી. પૉશ વિસ્તારમાં થયેલ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. કયા કારણસર વેપારીએ આવું પગલું ભર્યું તે અંગે હજુ કાંઈ જાણવા મળ્યું નથી પરંતુ પારિવારિક ઝઘડો કારણ હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે.પટનામાં કાપડના વેપારીએ પત્ની, બાળકીની હત્યા બાદ આપઘાત કર્યો
બાળકીની અને પત્નીની હત્યા કરીપોલીસને સવારે 9 વાગ્યે આ ઘટનાની જાણકારી મળી, જો કે પરિવારના અન્ય લોકો પણ ઘર પર રહે છે. આ ઘટનામાં નિશાંતનો ચાર વર્ષનો દીકરો ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. સવારે દરવાજો કોઈએ ના ખોલ્યો તો ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદરનો માોલ ભયંકર હતો, પતિ, પત્ની અને બાળકીનો દેહ પલંગ પર પડ્યો હતો અને ઘાયલ દીકરો જમીન પર પડ્યો હતો. બેડરૂમમાં પડેલ ત્રણ દેહને જોઈ પોલીસના પણ હોશ ઉડી ગયા.પટનામાં કાપડના વેપારીએ પત્ની, બાળકીની હત્યા બાદ આપઘાત કર્યો
ખુદ પણ આત્મહત્યા કરી લીધીવેપારી નિશાંત સર્રાફની ખેતાન માર્કેટમાં કાપડની દુકાન છે અને તેઓ મોટા વેપારી છે.
ઘટના સ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં તેમણે ખુદને મોતના જવાબદાર ગણાવ્યા છે. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ આખો પરિવાર ચાર દિવસ પહેલા જ ક્યાંક ફીને આવ્યો હતો અને એ સમયથી જ પત્ની સાથે તેના અણબન ચાલી રહ્યા હતા.