પાટણમા ગેરકાયદેસર 200 મણ ખીજડાના લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતેથી બે દિવસ અગાઉ મોઠેરા ત્રણ રસ્તા નજીકથી ચીન ગ્લોબલ ગુજરાત રાજ્યના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા ગેરકાયદેસર ખીજડાના લાકડાં ભરેલ ટ્રેક્ટર પકડી વન વિભાગના હવાલે કરાયું હતુ. તેની તપાસ હજુ પુરી પણ થઈ નથી ત્યારે ચાણસ્મા જીઆઈડીસી ખાતેથી વધુ એક ગેરકાયદેસર ખીજડા ભરેલું ટ્રેક્ટર વનવિભાગના અધિકારીએ ઝડપી પાડ્યું છે.

ચાણસ્મા ફોરેસ્ટમાં ફરજ બજાવતા રાઉન્ડ ફોરેસ્ટર એ. એમ.ચૌધરી દ્વારા ચાણસ્મા જીઆઈડીસી ખાતેથી ગેરકાયદેસર ખીજડાના લાકડા ભરેલ ટ્રેક્ટર પકડી જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે આ પકડાયેલા ટ્રેક્ટરમાં આશરે 200 મણ ગેરકાયદેસર ખીજડાના લાકડાં ભરેલા છે. જેની બજાર કિંમત આશરે 11 હજાર રૂપિયા થાય છે. ત્યારે ટ્રેક્ટર અનેટ્રોલી સહિત 4 લાખ 11 હજારનો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

તપાસની પ્રથમ શરૂઆતમાં ગેરકાયદેસર લાકડું કિરણ નારણભાઈ પટેલનું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે અગાઉ ગેરકાયદેસર ખીજડા ભરેલ ટ્રેક્ટરની તપાસ હજુ ચાલું છે. ત્યારે બીજું ટ્રેક્ટર પકડાયું છે.

તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.