ગરવીતાકાત,પાટણ.(તારીખ:૦૭)

પાટણ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા સામે પ્રશ્નો સર્જાયા છે. નવા વર્ષના પ્રારંભે સમી, કાકોશી, પાટણમાં જૂથ અથડામણ અને પાટણ શહેરમાં ચોરીનો સીલસીલો શરૃ થતા પોલીસ તંત્રની કામગીરીમાં આંગળી ચીંધાઈ રહી હતી. ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે ૧૦ પીઆઈ અને ૨૦ પીએસઆઈની બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો.ગત ઓક્ટોબરમાં પાટણ જિલ્લા પોલીસવડા તરીકે અક્ષયરાજ મકવાણાની ગૃહ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક બાદ આજે તેઓ જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુચારુ પાલન થાય તે માટે પાટણ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ અને પીએસઆઈની બદલીઓ કરવામાં આવી હતી. કેટલીક બદલીઓ વહિવટી કારણોસર તો કેટલીક  જાહેરહીતમાં કરવામાં આવી છે. તાજેતરમાં પીએસઆઈમાંથી પીઆઈ થઈને બઢતી પામેલ પાંચ પીઆઈની પણ અલગ અલગ સ્ટેશનમાં નિમણૂંક કરવામાં આવી હતી. પીઆઈ સીવી ગોસાઈ જેઓ લીવ રિઝર્વમાં હતા તેમને સીટી બીડીવીઝન પીઆઈ એ.સી. પરમાર જેઓ લીવ રિઝર્વમાં હતા તેમને સીટી એડીવીઝન. આ ઉપરાંત રાધનપુરના પીઆઈ ડી.એચ.ઝાલાને એલઆઈબી પાટણમાં, પીઆઈ કે.જે.ધડકને અસઓજી પીઆઈ તરીકે ચાર્જ આપવામાં આવ્યો છે.

Contribute Your Support by Sharing this News: