પાલનપુરમાં ડમ્પિંગ સાઈટનો કચરો જાહેર માર્ગ ઉપર આવી જતા રસ્તો બંધ : વિપક્ષે ધરણા કરી વિરોધ દર્શાવ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— આસપાસના રહીશો પરેશાન થવા સાથે ૨૦ થી વધુ ગામના લોકો અટવાયા :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના માલણ દરવાજા નજીક પાલનપુરમાં થતો કચરાના નિકાલની ડમ્પિંગ સાઈડ આવેલ છે. આ જાહેર માર્ગ ઉપર ૨૦ થી વધુ ગામના લોકો દિવસ દરમિયાન અવર જવર કરતા હોય છે અને આ કચરાના ઢગને કારણે જાહેર માર્ગ બંધ થઈ જતા અવર જવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે અને કચરાના ઢગ ખડકાઈ જતા આજુબાજુમાં વસવાટ કરતા લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે પાલનપુર પાલિકાના વિપક્ષ નેતાઓએ પૂતળા દહન કરી ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારે બીજી બાજુ સ્થાનિક લોકોએ પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને આ ડમ્પિંગ સાઈટ પર આવેલ કચરાને હટાવવા અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા અને બીજી બાજુ આ વિસ્તાર ગંદકીમાં ગરકાવ થઈ ચૂક્યો હોવાથી લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે બીજી બાજુ સ્થાનિક લોકોએ પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો  તેમજ મુખ્યમંત્રી સુધી અનેકવાર રજૂઆત કરી છે પરંતુ આ સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી. આખરે આજે વિપક્ષના નેતાઓએ ધરણા કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા – પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.