— સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા ૧૮૧ અભયમને શ્રેષ્ઠ કાઉન્સેલરનો એવોર્ડ એનાયત કરાયો :
— બેસ્ટ ફોટાનો એવોર્ડ પણ બનાસકાંઠાને ફાળે આવ્યો :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલરે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠા કાઉન્સિલર અને શ્રેષ્ઠ ફોટોગ્રાફરનો એવોર્ડ પ્રાપ્ત કરી પાલનપુરનું નામ રાજ્યમાં ગુંજતું કર્યું છે. પાલનપુરમાં GVK EMRI દ્વારા ગુરુવારે યોજાયેલા કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર અને GVK EMRI દ્વારા કાર્યરત 181,108, 1962, 104 , ખિલખિલાટ ના
કર્મચારીઓની કામગીરીને બિરદાવવા માટે ગુરૂવારે પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ કાઉન્સેલર તરીકેનો એવોર્ડ બનાસકાંઠા 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જિનલબેન પરમારને એનાયત કરવામાં આવ્યો હતો.

જ્યારે બેસ્ટ ફોટો નો એવોર્ડ કોમલબેન પ્રણામીને અપાયો હતો. આ કાર્યક્રમમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઇનના કો- ઓર્ડીનેટર ફાલ્ગુનીબેન પટેલ, GVK EMRIના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
— બનાસકાંઠાના ૧૦૮ ના ૭ કર્મચારીઓને એવોર્ડ :
પાલનપુરમાં પાયલટ ડે નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠા ૧૦૮ માં પ્રમાણિકતાનો એવોર્ડ અંબાજી લોકેશનના ઇએમટી અલકાબેન અને પાયલટ મનોજભાઇને અપાયો હતો. દર્દીનો જીવ બચાવવાનો એવોર્ડ દાંતા એમટી નિશાબેન અને પાયલટ મહેન્દ્રસિંહ, બેડમિન્ટનમાં વિજેતા બનેલા ખુશ્બુબેન મન્સૂરી અને યોગીતાબેન પટેલ જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારી એવરેજ જાળવવાનો એવોર્ડ છાપીના ગોવિંદભાઈ પરમારને અપાયો હતો. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને પાટણના કર્મચારીઓને ડીવાયએસપી આર. કે. પટેલ અને જિલ્લા આરોગ્ય વિભાગના મુકેશ ત્રિવેદીના હસ્તે એવોર્ડ અપાયા હતા.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર