–થિયેટરમાં ભારત માતા કી જયના જયઘોષ સાથે નારા ગૂંજી ઉઠ્યા.
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તાજેતરમાં રિલીઝ થયેલ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને મફતમાં નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુર શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને નિહાળવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મીડિયા કન્વીનરો તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને દેશભક્તિને લગતી આ ફિલ્મને નિહાળી હતી.
ફિલ્મ શરૂ થાય તે પહેલાં વંદે માતરમ અને ભારત માતા કી જયના જય ઘોષ સાથે નારા લગાવવામાં આવતા થિયેટરમાં જ દેશભક્તિનો માહોલ છવાયો હતો.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા — પાલનપુર