પાલનપુર કલેકટર કચેરીમાં અરજદારે ઝેરી પદાર્થ ગટગટાવ્યો – પૈસા મામલે અવાર નવાર રજુઆતો કરી ચુક્યો હતો !

શેર કરવા અહીં ક્લિક કરો.

પૈસાના પ્રશ્ન મામલે વારંવાર રજુઆત કરવા છતાં ઉકેલ ન આવતા પગલુ ભર્યુ હોવાનું અરજદારનું નિવેદન  

પાલનપુર કલેકટર કચેરીમાં આવેલા એક અરજદારે ઝેરી દવા ગટગટાવતાં પોલીસની ટીમ દોડી આવી હતી અને અરજદારને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભાભર તાલુકાના એક ગામના અરજદારે પૈસાના પ્રશ્ન મામલે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો – મહેસાણાની 6 ચોરીનો ભેદ ઉકેલાયો –  આરોપીઓ કડીયાકામ કરવાના બહાને આવી રેકી કરતા, શીવાલા સર્કલ પાસેથી LCBએ દબોચ્યા

બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર શહેરમાં આવેલી કલેકટર કચેરીમાં આજે ભાભર તાલુકાના શેઢવ ગામના એક અરજદારે ઝેરી પદાર્થ ગટગટાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કલેકટર કચેરીની લોબીમાં જ ઝેરી પદાર્થ ગટગટાવતાં અફરાતફરી મચી ગઈ હતી અને બનાવની જાણ પશ્ચિમ પોલીસને કરાતા પશ્ચિમ પોલીસની ટીમ પણ કલેક્ટર કચેરીએ દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી અરજદારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમીક માહિતી અનુસાર અરજદારે પૈસાના પ્રશ્ન મામલે અવાર નવાર રજુઆતો કરવા છતા પણ તેની રજુઆત ધ્યાને નહી લેવામાં આવતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતુ.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.