પાલનપુરમાં ગટરનું ખરાબ પાણી જાહેર માર્ગો પર ફેલાતા રહીશોને પારાવાર મુશ્કેલી

December 29, 2020
પાલનપુર વોર્ડ નંબર ૭ માં કૈલાસનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર ગટરનું પાણી ફેલાઈ રહ્યું છે. જેને લઈને સ્થાનિક/રહીશો રોષે ભરાયા છે. પાલનપુર નગરપાલીકા વિસ્તારમાં આવેલી કૈલાસનગર સોસાયટીમાં જાહેર માર્ગો પર ગટરનું દૂષિત પાણી ફેલાઈ રહ્યું છે તથા ગંદગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો – SPG ગ્રુપે લવ જેહાદ મામલે કડી મામ.ને આવેદનપત્ર આપી કાનુનની કરી માંગ – આંકડાકીય માહીતોનો અભાવ

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તેમ છતાં પાલિકાના સત્તાધીશોને કઈ દેખાઈ રહ્યું છે કે નહી? સ્થાનિક રહીશોએ અનેક વાર લેખીત મૌખિક રજુઆત કરી હોવા છતા, કોઈ ધ્યાન લેવાતુ નથી. આ બાબતે સોસાયટીમાં રહેતા હસમુખભાઈ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી જાહેત માર્ગો પર ફેલાઈ રહ્યું છે. ખુલ્લી ગટરો જોવા મળી રહી છે. આ મામલે અનેક વાર રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા ગટરનું કોઈ કામ કરવામાં આવી રહ્યુ નથી. અમારે નાના બાળકો છે અને બીમાર થવાની સંભાવના છે તો જલ્દીમાં જલ્દી ગટરનું કામ કરવામાં આવે તેવી રજુઆત કરવામા આવી હતી તેમ છતા હજુ સુધી આ સમષ્યાનુ નિરાકરણ આવ્યુ નથી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0