પાલનપુર શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરાને એક નરાધમે ધાક ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. સગીરાને હવસનો શિકાર બનાવ્યા બાદ પણ આરોપી અવાર નવાર સગીરાને હેરાન પરેશાન કરતો હતો. જો કે આખરે સગીરાએ તંગ આવી આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
સગીરાએ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં આરોપી મોટુ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદ મુજબ પાલનપુરમાં રહેતી અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા 8 મહિના પહેલા આરોપી મોટુના સંપર્કમાં આવી હતી. પિતાના પાર્લર પર આરોપી મોટુ સીગારેટ પીવા માટે રોજ આવતો હતો. આ દરમિયાન સિગારેટના બહાને મોટુ સગીરા સાથે ફોસલાવીને વાતચીત કરતો હતો.
આ પણ વાંચો – કરજોડામાં સાવકી પુત્રીને હવસનો શીકાર બનાવનાર પીતાને જેલમાં ધકેલાયો
સગીરાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આજથી ચાર મહિના પહેલા સગીરા રાત્રીના સમયે અભ્યાસ કરતી હતી તે દરમિયાન 11 વાગે મોટુ તેના ઘરે આવ્યો હતો. જો કે સગીરાને માતાનું કામ હશે તેમ જાણી માતાને બોલાવાનું કહેતા આરોપીએ ના પાડી હતી. અભ્યાસને લગત કામ હોવાનું કહી મોટુ ઘરમાં પ્રવેશ્યો હતો અને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. સગીરાને ફોસલાવી ગુપ્તાંગ તેમજ છાતી પર હાથ ફેરવવા લાગ્યો હતો. જો કે સગીરાએ આ ગંદી હરકતનો વિરોધ કર્યો તો આરોપીએ બદનામ તેમજ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી જબર જસ્તી દુષ્કર્મ આચર્યું હતું. ધમકી અને બદનામને કારણે સગીરા ચૂપ રહી ગઇ હતી અને આ ઘટનાની જાણ કોઇને કરી નહીં. જેથી આરોપી મોટુ અવાર નવાર સગીરાને પરેશાન કરી પજવણી કરતા હતો. જો કે આખરે આરોપીથી તંગ આવી સગીરાએ પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી છેડતી તેમજ બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે.