આપણા દેશમાં કાયદાનો બે રીતે ઉપયોગ થાય છે,  ક્યારેક તલવાર તો ક્યારેક ઢાલ બનાવવામાં આવે છે : Blog

શેર કરવા અહીં ક્લિક કરો.

નટવરલાલ ભાટીયા : સંવિધાનના ઉદેશો સામાજિક ન્યાય સમાનતા સાથે દરેક જીવાત્માના કલ્યાણ કરનાર છે. વિશ્વનું સૌથી વિશાળ અને શ્રેષ્ટતમ સંવિધાન આપણા દેશનું છે માત્ર આચરણનો અભાવ છે.  આપણે ભારતીયો એટલે પ્રત્યેક 100 માંથી 99 પ્રમાણિકતાથી બેઇમાન 88 સદાકાળ છટકેલી કમાન,  77 અસ્ત વ્યસ્ત, સુસ્ત – સુમસામ, કરે રાખ્ય વચનોની લહાણી , 55 જેનું જે થાવું હોય તે થાય , આપણે તો મસ્ત ગુલતાન , 44 ચાડચુગલીની વાતો જાણે કબાડીની દુકાન, 33 હિંમતના અભાવે ગુણવાન અને પુણ્યવાર , 22 ધન્ય ધન્ય જનનીના સંતાન એવા ધનવાન, 11 આધે કચ્ચે – આધે પક્કે , ખર્ચિલે – ફુર્તિલે જવાન જે કાંઇ પ્રતિભા સંપન્ન છે તે સમાજની સ્તર નેતાઓ હથેળીમાં ચાંદ બતાવી કરે લ્હાણી વચનોની.

 

મહાસતા બનવાની તૈયારી કરનાર ભારત દેશ કેટ-કેટલી અવ્યવસ્થાઓમાં અટવાયેલ છે . કેટલી અંધશ્રધ્ધઓ અને ગેર માન્યતાઓ 21મી સદીમાં પણ ધાર્મિક લાગણીઓમાં આવી જઇ દોટ મુકતા લોકો અનેક પ્રકારની અફવાઓનો ભોગ બને. સંપૂર્ણ વિવેકબુધ્ધિ ખોઇ આંધળુ અનુકરણ કરે તે કેટલું વ્યાજબી ? ગમે તેટલી કડક આચાર સંહિતા પણ કારગત નીવડે ખરી ? ધર્મના નામે આચરવામાં આવતી જીવ હિંસા કે પશુ બલિ કરીને અને નામ આપીએ ધાર્મિક વિધી  નદીઓને પ્રદુષિત કરી એ પશુ સંરક્ષણ અધિનિયમ કારગત નીવડી શકે ખરો ? પવિત્ર પુજી અનેક પ્રકારના દ્રવ્યો નદીમાં વિસર્જીત કરી ગંદી કરી દઇએ પછી બેકટરીયા યુકત પાણી લોટીમાં ભરી લોટી ઉત્સવો મનાવી એ તેમાં વિવેકબુધ્ધિ કેટલી ? નદી વિશ્વના અન્ય દેશોમાં પણ છે. મીનરલ વોટર , શુધ્ધ પાણી જનજન સુધી પહોંચે તેવા આયોજનો આપણે ના કરી શકીએ ? લોકશાહી તંત્રમાં સારી સુવ્યવસ્થા માટે અનેક કાયદાઓ , આદર્શ આચાર સંહિતાઓ ખુબજ જરૂરી છે. તેમાં અનુશાસનમાં માનવું પણ ખૂબજ જરૂરી છે.

આપણા દેશમાં કાયદાઓનો બે રીતે ઉપયોગ થાય છે  કાયદો અમુક જગ્યાએ તલવાર તો અમક જગ્યાએ ઢાલ તરીકે ઉપયોગ થાય છે. વાસ્તવમાં કાયદો તલવાર નહી પણ ઢાલ બને તે માટે દરેક નાગરિકે પણ અનુશાસન પ્રમાણે વર્તે તે જરૂરી છે કે નહી ? કાયદાઓમાં પણ ફાયદા જોવાની દ્રષ્ટિ છે ત્યાં ગમે તેવો કાયદો પણ કારગત નિવડે ખરો ? જયાં કાયદા ઘડાય છે તે સંસદની સર્વોપરીતા ધારા ગૃહોમાં કાયદા બને પછી ન્યાયપાલિકાઓ ન્યાય તોળે પણ જે ધારા ગૃહો માં કાયદા બને પછી ન્યાયપાલિકાઓ ન્યાય તોળે પણ જે ધારાગૃહમાં કે સંસદમાં કાયદા ઘડાય છે તે સરકારે કાયદો બનાવ્યા પછી સમીક્ષા કરે છે ખરી ? જે તે તંત્રના સંચાલનમાં આવતા કાયદા કયાં કેટલા ફાયદા કરાવે છે , કેટલા દુરઉપયોગ થાય છે તેની સમીક્ષા કે યોગ્ય રૂપમાં કાયદાઓનું પાલન કરાય છે ખરું ? કયાંય અયોગ્ય બનાવ કે ઘટના — દૂર્ઘટના ઘટે ત્યારે પૂખ્ત વિચારણનાના અંતે બંધારણનો દોષ કાઢી દોષરોપણ કરી દેવાય છે કે , બંધારણ સુધારવું પડે તેમ છે , દોષ બંધારણનો નથી પણ અમલવારી ઓનો છે.

અમલથી જ અધકચરી રીતે અલ્પજ્ઞાનથી કાર્યવાહી કરી વ્યવસ્થા તંત્ર જરૂરી હોય તે  કડક કાયદા તો પાડોશી રાષ્ટ્રોમાં છે. તેથી શું ફેર પડયો ? શું આતંકવાદ નથી ? શું ખુન ખરાબા કે સ્ત્રી અત્યાચારના ગુના નથી બનતા ? શું સલામતી છે પાડોશી રાષ્ટ્રમાં કાયદો કડક હોવા કરતા પણ કાયદો હોવાનો અહેસાસ અને અનુશાસન નું આચરણ હોવો જરૂરી હોય છે . ટર્મીનટેરઓફ પ્રેગ્નેન્ટ એકટ 1972 છે જ , ભૃણહત્યા બંધ થઇ ? બોમ્બે પ્રોહીબિશન એકટ અમલમાં છે કે કેમ ? દારૂ ગાળવાનો બંધ થયો ? પ્રિવેન્શન ઓફ ફૂડ એકટ છેજ , ભેળસેળ બંધ થઇ ? ભારતના 6 લાખ ગામડાઓ સહિત પુરા રાષ્ટ્રએ 26 નવેમ્બર 1949 માં સંવિધાન સ્વીકારી તેના કેટલા વર્ષો થયા છતાં કયા ક્ષેત્રે સમાનતા છે ? સર્વત્ર ભ્રષ્ટાચાર , લાગવગ , સગાવાદ , પક્ષપ્રેરીત ખુશામતો સિવાય શું છે ? સાર્વજનિક ક્ષેત્રે જાહેર જીવનની પડતી , નૈતિક મૂલ્યોનું સ્તર કર્યાં જઇ રહ્યું છે ? સુશાસન માટે સમાનતા સામાજિક સંવેદના  ઉપવાસો થી નથી આવતી , એતો અંતર આત્માથી પ્રગટે ત્યારે સુશાસન કહેવા .6 થી 14 વર્ષના બાળકને ફરજીયાત મફત શિક્ષણની યોજના કારગત નિવડી ખરી ? આ માટે કેળવણી અને સાક્ષરતાનું સ્તર સુધારવા માટે યોજના બનાવવાથી શું ફેર પડે ? એસ.એસ.એ. (સર્વ શિક્ષા યોજના) અંતર્ગત કે કન્યા કેળવણીને લક્ષમાં રાખી સરકાર તરફથી પાઠય પુસ્તક વિનામૂલ્યે દેવાનું અમલી બનાવ્યું તો પાઠ્ય પુસ્તક ટન મોઢે પસ્તીમાં મળ્યા ! શાસન વ્યવસ્થા માટે કાયદો ત્યારે જ કારગત નિવડે જયારે ઉંચી અંતર શુધ્ધિવાળું તંત્ર પ્રમાણિક પણે અમલ કરે. વર્તમાન સરકારમાં અનેક કાયદાઓ અને આદર્શ આચારસહિંતાઓ છે તેની અમલવારી કેટલી ?

આપણી આસપાસ અસંખ્ય બાળમજુરો મજુરી કરે છે. અનેક પ્રકારની અસ્પૃશ્યતા આપણે જાહેર જીવનમાં ઓછી કરી – શકીએ પણ અંગત જીવનમાં કરી શકીએ છીએ ખરા ? મહાસતા બનવા તરફ પ્રયાણ કરતા આપણા દેશમાં વાસ્તવિક રાષ્ટ્રભાવના કેટલી ? શું આપણે જાહેરમાં ગોબરાઇ કરતા બંધ થયા ? સ્વયં શિસ્તમાં રહેશું ? ડેમેજડ ટુ પબ્લિક પ્રોપર્ટી જાહેર મિલ્કતની જાળવણી માટે આપણે કેટલી શિસ્ત પાળીએ છીએ ? જાહેર શૌચાલયોમાં અભદ્ર લખાણ અને ચિત્રો અને પ્રકારના ચૂંટણી પ્રચારો માટે આપણે સ્વયં કેટલા શિસ્ત પાળી એ છીએ ? એસ.ટી.કે રેલ્વે સંપૂર્ણ સ્વચ્છ રાખવા દરકાર લઇએ છીએ? જાહેર મિલ્કતોમાં કયારેય રાષ્ટ્રભાવના હોય તેવા ચિન્હો આપણી જાહેર મિલ્કતોમાં દેખાય છે ? આપણી પોતીકી મિલકતો બાબતે સજાગ છીએ પણ જાહેર મિલકતો પ્રત્યે આપણા રાષ્ટ્ર ની આપણી જ મિલ્કત છે તેવો ભાવ છે આતો તે વ્યવસ્થા કરવા નું હોય તંત્રને પોતાના કામ પ્રત્યે ફરજ પ્રત્યે પતિબધ્ધતા કેટલો સમય લિમિટ પળાય છે ? કચેરીના કાર્ય દરમિયાન સમયસર અવરજવર, રજાબંધી કે ફરજ પ્રત્યેની વચનબધ્ધતા, વ્યવહાર વર્તન વચ્ચે કેવડી મોટી અંતરાય ભેદની દિવાલ છે.

મહાસત્તા જે દેશ ભોગવે છે તે દેશની જનતા રાષ્ટ્રને કેટલી વફાદાર, કાયદાનું કેટલું ગૌરવ અને કેટલી સ્વયં શિસ્ત પાળય છે ત્યારે શ્રેષ્ઠ. જનતા તરીકે વિશ્વના જમાદાર તરીકે પંકાયેલી છે. અને આપણે સો મે સે અસ્સી બેઇમાન ફીર ભી મેરા દેશ મહાન. મહાન બનવા માટે અનેક આદર્શ આચાર સંહિતાઓ અને અનુશાસનોની શુભ શરૂઆત પછી આપણે શ્રેષ્ઠ છીએ તેવુ ‘ વિશ્વમાં પુરવાર થાય ત્યારે શકય થાય. આપણને વિદેશમાં ઘણી વખત પ્રવેશબંધી પણ આપવામાં આવે છે.  શું કામ ? શિસ્ત અને સલામતીના ધોરણોમાં આપણે આપણું જ વિચારીએ છીએ. અને પાછા કહીએ કે અમે મહાન છીએ પણ કેવી રીતે આપણે વર્તમાન માં જીવી એ છીએ અને  વિદુર નીતિઓના વખાણ કરીએ છીએ. વર્તમાન સંવિધાનનું આચરણ દુનિયાની શ્રેષ્ટતમ નીતિઓ છે પ્રત્યેક જગ્યા એ દેખરેખ કે તંત્રની હાજરીની જરૂર નથી માત્ર અનુશાસનથી સંવિધાનનું આચરણ કરાય તો જગતના શ્રેષ્ટ નાગરિક તરીકેનું ગૌરવ દેશને મળી શકે છે. 

(નટવરલાલ જે ભાટીયા ગુજરાતી કટાર લેખક છે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.