એક જ દિવસમાં મહેસાણામાં બે તરછોડાયેલા બાળક મળ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા: રાજ્યમાં બાળકોને તરછોડી દેવાના બનાવો હવે વધી રહ્યા છે. ત્યારે વધુમાં ફરી મહેસાણા જિલ્લામાં આજે બે એવા બનવા સામે આવ્યા છે કે જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ આ બનાવોને લઈને ચકચાર મચી જવા પામી છે. કારણકે અહીયા એકજ દિવસમાં બે નવજાત બાળકોને તરછોડી દેવાના બનાવ સામે આવ્યા છે

પહેલો બનાવ સામે આવ્યો છે કુકરવાડા ગામમાં જ્યા ૫ વર્ષના બાળકને તરછોડી દેવામાં આવ્યું હતું. સ્થાનિકોની નજર બાળક પર પડી ત્યારે તેમણે પોલીસને જાણ કરી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે ૫ વર્ષના બાળકને તરછોડી દેવા મામલે તેના માતા સામે લોકોમાં રોષ ફેલાયો છે.

બીજાે બનાવ સામે આવ્યો છે ઉનાવા મીરા દાતરમાં જ્યા એક ૨ વર્ષની તરછોડાયેલા બાળકી મલી આવી છે. જ્યારે સ્થાનિકોની બાળક પર નજર પડી ત્યારે તેમણે પણ તુરંત પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે અહીયા પણ ૨ વર્ષની બાળકની તરછોડી દેવાને લઈને લોકોમાં રોષનો માહોલ જાેવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ બંને કેસમાં પોલીસને ફરિયાદ મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમા બંને ઘટનામાં અજાણ્યા વ્યક્તિ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જાેકે બાળકોને તરછોડવાની ઘટનાઓ રાજ્યમાં દિવસેને દિવસેને વધી રહી છે. તેમા પણ ખાસ કરીને નવજાત બાળકને તરછોડવાના બનાવો રાજ્યમાં હવે વધી રહ્યા છે. જે સમાજ માટે એક ચિંતાનો વિષય બન્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.