વર્લ્ડ હાર્ટ ડે મહેસાણા:ગેલેક્સી હોસ્પિટલમાં 3 વર્ષમાં 4 હજારથી વધુ હાર્ટને લગતા ઓપરેશન મહેસાણા શહેરમાં આવેલી ગેલેક્સી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલના હૃદય રોગના ડોક્ટર કમલેશ ઠક્કરના જણાવ્યા પ્રમાણે તેઓની હોસ્પિટલમાં ત્રણ વર્ષ દરમિયાન 4 હજાર 800 દર્દીઓના એન્જીયોગ્રાફી અને NGO પ્લાસ્ટિકના ઓપરેશન થયા છે. તેમજ છેલ્લા બે વર્ષ દરમિયાન 5 હજાર જેટલા હૃદય સબંધિત કેસોનો અભ્યાસ કર્યો છે. જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે.

માણસના શરીરમાં રહેલું મુખ્ય અંગ એટલે કે હૃદય. જેના વિના માણસનું જીવન શુન્ય બરોબર છે. ત્યારે આજે 29મી સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહેસાણાના હૃદય રોગના નિષ્ણાત ડોક્ટરના અભ્યાસમાં સામે આવ્યું છે કે, હાલમાં મોટાં કરતા યુવા વર્ગના લોકોમાં દિવસેને દિવસે હૃદય રોગ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. મહેસાણાની એક હોસ્પિટલમાં હાલ મહિનાના 150થી 200 દર્દીઓ હૃદય રોગના આવી રહ્યા છે. ત્યારે અંદાજો લગાવી શકાય છે કે જિલ્લાની અન્ય હોસ્પિટલમાં આંકડો અધ્ધ…કેટલો હશે.
નાની ઉંમરમાં હૃદય રોગની બીમારી વધુ જોવા મળી
નિષ્ણાત ડોકટરના જણાવ્યાં પ્રમાણે પહેલાના સમયમાં હૃદય રોગ મોટા ભાગે ઉંમર લાયક લોકોમાં જોવા મળતો હતો. જ્યારે અમારા અભ્યાસ દરમિયાન હાલના સમયમાં યુવાનો વ્યસનની લતે લાગ્યા હોવાના કારણે હૃદય રોગની બીમારી નાની ઉંમરમાં વધુ જોવા મળી રહી છે. ત્યારે યુવાનો મોટા ભાગે બહાર ન ખાવા લાયક ખોરાક ખાવાના કારણે પણ આ સમસ્યા ઉભી થઈ છે. ત્યારે તણાવ વળી નોકરી પર પણ જોખમી સાબિત થઈ શકે છે.
કોરોના કાળમાં હૃદય રોગના કેસમાં ઘટાડો જોવા મળ્યો
ડોક્ટરના જણાવ્યાં પ્રમાણે કોરોના સમય અગાઉ હૃદય રોગના દર્દીઓ વધુ હતા. ત્યારે કોરોના કાળ દરમિયાન હૃદય રોગના દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. કારણ કે, તે સમય ગાળા દરમિયાન ઔધોગિક એકમો બંધ અને વાહનો બંધ. જેથી લોકોને શુદ્ધ હવા મળી, ઘરનો ખોરાક મળ્યો. જેથી લોકો લાંબા સમયથી બહાર ન નાસ્તા કરી શક્યા. તેમજ પરિવાર સાથે રહી સમય ફાળવી શક્યા. આ તમામ કારણોના લીધે કોરોના કાળ દરમિયાન હૃદય રોગના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો.
હૃદય રોગથી બચવા આ ઉપાય કરો
- નિયમિત વહેલા સૂવું અને ઉઠવું 8 કલાક ઉંઘ જરૂરી
- 24 કલાકમાંથી 8 કલાક સૂવું, 8 કલાક ગમતી પ્રવૃત્તિ કરવી, 8 કલાક કામ કરવું
- અઠવાડિયામાં બને એટલી વધુ કસરત કરવી
- વ્યસનનોને દૂર કરો, બહારના ફૂડ ખાવાનું ઓછું કરો, મિત્રો સાથે થોડો સમય ફાળવી મજાક-મસ્તી કરો
- હૃદયના દર્દી હોવ તો ડોક્ટરના જણાવ્યા પ્રમાણે નિયમિત દવાઓ લેવી