નવસારીઃ નવસારી હાઇવે ફરી એકવાર રક્તરંજીત બન્યો છે. અહીં આવેલા ખારેલ હાઇવે પર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ઘટનામાં એક સાથે પાંચ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે મહેસાણા અને ત્રણ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે નવસારીના ખારેલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે. મુંબઇ જતી કાર ડિવાઇડર સાથે અથડાઇને સામેના ટ્રેક પર પહોંચી આમેથી આવતા ટેમ્પો સાથે અથડાઇ હતી. કાર એટલી પૂરપાટ ઝડપે આવી રહી હતી કે ઘટનાસ્થળે જ પાંચ યુવકોનાં મૃત્યુ નીપજ્યા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોમાં વૈભવ ઘનશ્યામ પટેલ (ઉં.વ 19) રહે, મોઢેરા, મહેસાણા, અભ્યાસ ગણપત યુનિવર્સિટી આઇટી સોફ્ટવેર, 2. મીત વિનોદ પટેલ, (ઉં.વ.17)રહે. મહેન્દ્ર નગર ભાગ -૨, મોઢેરા રોડ, મહેસાણા , 3. જતન મુકેશ પટેલ, (ઉં.વ.18) રહે. લંબે હનુમાન રોડ, પરમહંસ સો. સુરત, 4. જય ભુપેન્દ્ર પ્રજાપતિ (ઉં.વ. 20) રહે. ભાટિયા ગામ, પલસાણા,સુરત. 5 હેત વસંતકુમાર પટેલ, (ઉં.વ. 20) રહે. વાણીરાજ એપાર્ટમેન્ટ, ચામુંડા નગર, લંબેહનુમાન, સુરત, નો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક યુવકોના મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી, તો ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

Contribute Your Support by Sharing this News: