— ઘરેલું હિંસાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો
— પતિ પત્નીને મારઝૂડ કરી સાત વર્ષથી પરેશાન કરતો
ગરવી તાકાત અમદાવાદ: નરોડા વિસ્તારમાં ઘરેલુ હિસાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દહેજના કારણે પતિ સાત વર્ષથી પત્નીને હેરાન પરેશાન કરીને પાંચ લાખની માંગણી કરતો હતો ત્યાં પતિ પત્નીને પડતી મૂકીને તેની બહેનને લઇને ભાગી ગયો હતો. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાસરીયાઓ ધોળા તો ગધેડા પણ હોય તું બીજા લગ્ન કરી લે કહી પતિને ઉશ્કરતા પતિ પત્નીને મારઝૂડ કરી સાત વર્ષથી પરેશાન કરતો. આ કેસની વિગત એવી છે કે નરોડામાં રહેતી ૩૫ વર્ષની મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના સાત સભ્યો સામે દહેજ અને માનસિક તેમજ શારિરીક ત્રાસની ફરિયાદ નોંધાવી છે કે મહિલાના સાત વર્ષ પહેલા સમુહ લગ્નમાં લગ્ન કરવામાં આવ્યા હતા લગ્ન બાદ છ મહિના સુધી સારી રીતે રાખવામાં આવતી હતી ત્યારબાદ ઘરકામ જેવી નાની નાની બાબતે તકરાર કરીને મહિલા સાથે મારઝૂડ કરવામાં આવતી હતી.
મહિલાને સંતાન બાબતે પણ મહેણા ટોણા મારીને પરેશાન કરતા હતા. પતિ પત્ની જુદા રહેવા ગયા અને ઘર ચલાવવામાં મુસીબત થતાં પત્ની નોકરી કરતી તો પતિ પગાર પડાવી લેતો હતો અને છેલ્લે છેલ્લે તો પાંચ લાખ પિતાના ઘરેથી લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.એટલુંજ નહી સાસરા પણ ધોળા તો ગધેડા પણ હોય તું બીજા લગ્ન કરી લે કહી પતિને ઉશ્કરતા તેથી પતિ પત્નીને મારઝૂડ કરતો હતો તાજેતરમાં પતિએ પત્નીને વેોટસએપથી મેસેજ કર્યો કે મે તારી બહેન સાથે લગ્ન કરી લીધા છે. આ બનાવ અંગેપોલીસે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે,,