મુંબઈ : ખાનગી એરલાઇનમાં કામ કરતી એક એર હોસ્ટેસ સાથે તેના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં આ બનાવ બન્યો છે.

પોલીસના કહેવા દુષ્કર્મનો આ બનાવ મંગલવારે રાત્રે બન્યો હતો. જ્યાં 25 વર્ષીય સ્વપનીલ બદોડિયા નામના યુવકે તેની મિત્ર તેમજ એર હોસ્ટેસ પર દુષ્કર્મ આચર્યું હતું. સ્વપનીલ યુવતી સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. આરોપી સ્વપનીલ પણ એક એરલાઇનમાં કામ કરે છે. મંગળવારે રાત્રે સ્વપનીલ અને પીડિત યુવતી ડીનર માટે બહાર ગયા હતા, બાદમાં બંનેએ પોતાના ઘરે ફ્લેટ પર આવીને દારૂ પીધો હતો.

પોલીસ ફરિયાદ પ્રમાણે, સવારે જાગ્યા બાદ યુવતીને ભાન થયું હતું કે દારૂના નશામાં સ્વપનીલ અને તેના મિત્રોએ તેની સાથે બળજબરી કરી હતી. આથી તેણીએ MIDC પોલીસ સ્ટેશન ખાતે ગેંગરેપનો ફરિયાદ દાખલ કરી હતી.”અમે આઈપીસીની કલમ 376 ડી મુજબ ગેંગરેપની ગુનો નોંધ્યો છે, અને આરોપી સ્વપનીલની ધરપકડ કરી છે,” MIDC પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન અલાકનૂરે નિવેદન આપતા આ વતા કહી હતી.

બીજા એક પોલીસકર્મીએ દાવો કર્યો હતો કે સ્વપનીલે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે, જ્યારે દુષ્કર્મમાં તેના મિત્રનો કોઈ હાથ હોવાનો ઇન્કાર કર્યો છે. સ્વપનીલને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને છઠ્ઠી જૂન સુધી પોલીસ કસ્ટડીમાં સોંપી દીધો છે. આ મામલે પોલીસ વધારે તપાસ કરી રહી છે.