ગરવી તાકાત, પીરોજપુર
અબુધાબીમાં જોબ કરનાર 1 વ્યક્તિ અને અપંગ દંપતીને અને મુંબઈની હોસ્પિટલમાં કેન્સરની સારવાર લેનારા દર્દીને મનરેગાના મજુર બતાવી સરપંચ તેમજ તલાટી દ્વારા કૌભાંડ આચરાયું
અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામનો મનરેગા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. તેવામાં વડગામ તાલુકાના પિરોજપુરા ગામમાં તળાવ અને ચેકડેમમા સરપંચ તેમજ તલાટી દ્વારા ખોટા જોબકાર્ડ બનાવી સરકાર થતી ગેરરીતિ આદરી સરકારી નાણાંની ઉચાપત મામલે ફોજદારી કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીને તેમજ છાપી પોલીસ મથકે લેખિત રજુઆત કરી છે. જેથી ડીડીઓ દ્વારા ઘટનાના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો – સોલા સીવીલના RMO તથા વહીવટી અધિકારી 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
આ અંગેની વિગતો આપતા અરજદાર મહંમદઅલીએ જણાવ્યું હતું કે ” પિરોજપુરા ગામમાં સરકારની મનરેગા યોજના હેઠળ ગામના કેટલાક વ્યક્તિઓની ફોટા જોરદાર બનાવીને એમના નામે યોજનામાં કામ કર્યાની હાજરી દર્શાવી તેમના હાજરીના પુરાવા બનાવીને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે. અમારા ગામની સુફિયાન અબ્દુલ રહેમાન સિંધી નામની વ્યક્તિ 8 ફેબ્રુઆરી થી અબુધાબી ગયા છે. તેમ છતાં તેમના નામનું જોબ કાર્ડ બની ગયું છે અને તેમને મજૂર તરીકે દર્શાવ્યા છે, તે જ રીતે મુસ્તાકભાઈ અને તેમના પત્ની સમીમબેન બંને પગે વિકલાંગ હોવા છતાં તેઓ તળાવો અને ચેકડેમ ના કામના મજૂર તરીકે દર્શાવી તેમના જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. તે જ રીતે મુંબઈમાં તાજેતરમાં ગુજરી ગયેલા ઈસ્માઈલભાઈ મુખી જેઓ કેન્સરથી પીડાતા હતા અને હોસ્પિટલાઈઝ હતા. તેમને પણ મજૂર તરીકે દર્શાવી જોબકાર્ડ ઈસ્યુ કરી દેવામાં આવ્યું હતું.
આ બાબતે ડી.ડી.ઓ શુ કહે છે
બનાસકાંઠા ડીડીઓ અજય દહિયાએ જણાવ્યું કે “થોડા દિવસ પહેલા મને આ રજૂઆત મળી હતી. જેથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના અધ્યક્ષતામાં તપાસ સમિતિનું ગઠન કરી સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. તપાસનો રિપોર્ટ આવ્યેથી કાર્યવાહી કરીશું.
કોના નામના કેટલા રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની રાવ
સબીનાબેન સુણસરા 26,898
ફાતમાબેન કડીવાલ 30,291
મારીયાબેન કડીવાલ 31,305