મહેસાણામાં ખોટા દસ્તાવેજો બનાવી ભાઇએ જમીન અને મકાન પડાવી પાડ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા: મહેસાણામાં રહેતા યુવકે ત્રણ સગી બહેનોને અંધારામાં રાખી જમીન અને મકાન પોતાના નામે કરાવી દીધાની ઘટના સામે આવી છે. બહેને કરેલી આરટીઆઇમાં ભાઇએ ખોટા દસ્તાવેજો આધારે મિલકત પચાવી પાડી હોવાનું બહાર આવતાં તેણીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ભાઇ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

શહેરના જેલ રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ફ્લેટમાં રહેતાં જલ્પાબેન બળદેવભાઇ પટેલે મહેસાણા મામલતદાર કચેરીમાંથી 7/12 અને 8-અના ઉતારા કઢાવ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે વડિલોપાર્જિત જમીનમાં તેમનું અને અન્ય બે બહેનોનું નામ જ ન હતું.

ત્યાર બાદ તેમણે આરટીઆઇ દ્વારા માહિતી મેળવતાં ખ્યાલ આવ્યો હતો કે, વિનયનગર સોસાયટીમાં રહેતા તેમના ભાઇ પટેલ વિપુલ કાનજીભાઇએ પિતાના અવસાન બાદ બલોલની વડિલોપાર્જિત ખાતા નંબર 1855ની જમીન ખોટી વારસાઇ અને પેઢીનામુ નોટરી પાસે કરાવી આ જમીન ભાઇએ પોતાના અને માતા પુષ્પાબેનના નામે કરાવી લીધી છે. તેમજ મહેસાણાના પિલાજીગંજ ખાતે અમથા પ્રભુની ચાલીમાં આવેલું મકાન પણ તેમના નામે કરાવી દીધું છે. આ મામલે જલ્પાબેન પટેલે એ ડિવિઝન પોલીસ મથકમાં વિપુલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.