ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ટુંડાલીમાં 4 ભાઈઓ પૈકી એક ભાઈ દ્વારા પોતાની વડીલોપાર્જીત જમીન વેચાણ કરી નાખતા તે જમીનના પૈસાને લઇ 2 ભાઈઓના પરિવાર વચ્ચે થયેલી તકરારમાં ભત્રીજાએ પોતાના મોટા બાપાના પરિવાર ઉપર હુમલો કરતા ચાર જણને ઇજા પહોંચી
ટુંડાલીમાં રહેતા કૈલાશબેન અરવિંદભાઈ મકવાણા પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા ત્યારે તેમના કાકા સસરાનો દીકરો વિનય ગણપતભાઈ મકવાણા પાઇપ લઈને આવ્યો. અને જમીન વેચાણના અમારા ભાગના પૈસા અમોને કેમ નથી આપતાનું કહી પાઇપ કૈલાસબેનને માથાના ભાગે મારી ત્યારે પોતાની બહેનની 8 મહિનાની ભાણીને હાથમાં તેડેલ હોય બાળકીને પણ પાઇપનો ફટકો વાગતાં તે બેભાન થઈ ગઈ
ઘરમાંથી તેમના પતિ અને દિયર ભરતભાઈ દોડી આવીને છોડાવવા વચ્ચે પડતા વિનયે ભરતભાઈને પણ પાઈપ મારી હતી. વિનય ગણપતભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી સામે પક્ષે વિનય મકવાણા એ પોતે ઘેર હાજર હતો ત્યારે તેના મોટા બાપા અને કાકા ભરતભાઈએ જમીનનું મનદુખ રાખી ભરતભાઈ એ અને માથામાં ધોકો મારી મારી નાખવાની ધમકી આપી હતી ફરિયાદ પોતાના મોટા બાપા મકવાણા અરવિંદ ભાઈ નાથાલાલ અને કાકા મકવાણા ભરતભાઈ નાથાલાલ સામે લાંઘણજ પોલીસમાં નોંધાવી