મહેસાણા જિલ્લામાં તોલમાપ વિભાગનો સપાટો 151 વેપારીઓ સામે કોરડા વિંઝ્યાં

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લામાં 3 માસમા ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા 151 વ્યાપરી સામે કાર્યવાહી,5.94 લાખના દંડની વસૂલાત

ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા પાટણ જિલ્લામાં ત્રણ મહિનામાં તોલમાપ વિભાગે વિવિધ ટિમો બનાવી વજન ઓછું આપતા હોય અને પેકેટ પર છાપેલ કિંમત પર ચેકચાક કરી ગ્રાહકો સાથે છેતરપીંડી કરનાર વ્યાપારીઓ એકમો સામે તોલમાપ વિભાગે તવાઈ બોલાવવામાં આવી હતી.જેમાં બે જિલ્લામા 151 કેસ કરવામાં આવ્યા હતા.તો બંને જિલ્લાના ઉક્ત કેસો પેટે વિભાગે રૂ 5.94 લાખની ત્રણ મહિનામાં દંડની વસૂલાત કરવામાં આવી છે. મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી આર.ડી.પટેલ દ્વારા ગ્રાહકના હિતો માટે મહેસાણા અને પાટણ જિલ્લામાં 1 જુલાઈ થી 30 સપ્ટેબર દરમિયાન જુદા જુદા એકમોની ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી.

જેમાં ઘી લીગલ મેટ્રોલોજી એકટ 2009,ઘી ગુજરાત લીગલ મેટ્રોલો જી રુલ્સ 2011 થતા પેકેજીગ કોમોડિટી રુલ્સ 2011 ના ભંગ જેમાં પેકેટ પર નિર્દેશન ન કરેલા હોય તેવા વજન કરતા ઓછા માલ આપવો સહિત વિવિધ પ્રકારના કેસ મામલે વેપારી પેઢીઓ પર ઓચિંતી તપાસ કરતા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન બને જિલ્લામાં જુલાઈ થી સપ્ટેમ્બર માસ દરમિયાન 151 કેસ અને રૂ 5,94,100 ની વસુલાત કરવામાં આવી હતી.મહેસાણા અને પાટણ જિલ્લામાં તોલમાપ વિભાગની કાર્યવાહી પગલે વેપારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.

વેપારી એકમો અને કરવામાં આવેલ કેસ અને વસુલાત

(1)ઓઇલ ઉત્પાદક 3 કેસ 120000 વસુલાત

(2)આર.એમ.સી પ્લાન્ટ 2 કેસ 116000 વસુલાત

(3)પેકર ઉત્પાદક 2 કેસ 116000 વસુલાત

(4)હાર્ડવેર 5 કેસ 66000 વસુલાત

(5)રેતી સપ્લાયર 6 કેસ 57000 વસુલાત

(6)શાકભાજી ફૂટ વેપારી 82 કેસ 20500 વસુલાત

(7)વાસણ 8 કેસ 20500 વસુલાત

(8)કરીયાણા ત્યાં 13 કેસ 8000 વસુલાત

(9)દૂધ ઠંડા પીણા પાર્લર 3 કેસ 5000 વસુલાત

(10)ચા પેકિંગ 2 કેસ 4500 વસુલાત

(11)જવેલર્સ 2 કેસ 3000 વસુલાત

(12)ખાંડ તેલ ઘી 2 કેસ 2500 વસુલાત

(13પેટ્રોલ ડીઝલ પપ 1 કેસ 2000 વસુલાત

(14)તેલ ખોળ 3 કેસ 2500 વસુલાત

(15)બેકરી 1 કેસ 2000 વસુલાત

(16)મીઠાઈ ફરસાણ 1 કેસ 2000 વસુલાત

(17)વે બ્રિજ ટીબર માર્ટ 2 કેસ 2000 વસુલાત

(18)બિયારણ 1 કેસ 1000 વસુલાત

(19)અન્ય 9 કેસ 6000 વસુલાત કરવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.