મહેસાણા જિલ્લામાં હીટવેવમાં ‘લૂ’ની અસરથી બચવા સલામતીના સૂચનો જાહેર કરાયાં

May 28, 2024

મહેસાણા જિલ્લામાં હીટવેવને અનુલક્ષીને સલામતીના સૂચનો જાહેર કરાયા

મહેસાણા જિલ્લામાં હીટવેવની આગાહી જારી કરવામાં આવી છે

ગરવી તાકાત, મહેસાણા તા. 28 – મહેસાણા ડિઝાસ્ટર શાખાના DPO કે.બી. પ્રજાપતિની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી સમયમાં સમગ્ર રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં હીટવેવની આગાહી જારી કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન અને આગામી ગરમીના દિવસોમાં લૂની અસરથી બચવા માટે મહેસાણા જિલ્લાના તમામ નાગરિકો માટે રક્ષણાત્મક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંં જણાવ્યા અનુસાર હીટવેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીર અને માથું ઢાંકીને રાખવું, સફેદ રંગના અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.

આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ. વારંવાર ઠંડુ પાણી, લીંબુ શરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર.એસ.લીકવીડ પૂરતા પ્રમાણમાં પીવા જોઈએ. બાળકો માટે કેસુડાના ફૂલ અને લીમડાના પાનનો સ્નાન માટેના પાણીમાં ઉપયોગ કરવો જોઈએ. શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ સ્નાન કરવું જોઈએ. છાંયડામાં રહેવું, બજારનો ખુલ્લો ખોરાક ના ખાવો અને બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવો જોઈએ. દૂધ અને માવામાંથી બનેલી ફૂડ આઈટેમ્સ, ચા-કોફી અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 2 થી 4 કલાક સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

ગરમીના દિવસોમાં માથાનો દુઃખાવો, પગની પીંડીઓમાં દુઃખાવો, શરીરનું તાપમાન ખુબ વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી-ઉબકા થવા, ચક્કર આવવા, આંખે અંધારા આવી જવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે. ગરમીની મોસમ દરમિયાન સારું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઈએ. રાત્રિ દરમિયાન કાળી દ્રાક્ષનું સેવન કરવું અને દિવસ દરમિયાન તરબૂચનું સેવન કરવું જોઈએ.

લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર કે 108 સેવાનો સંપર્ક સાધવો જોઈએ. અઘટિત બનાવ બને તો મહેસાણા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ફોન નંબર ૦૨૭૬૨-૨૨૨૨૨૦ અને ટ્રોલ ફ્રી નંબર ૧૦૭૭ પર સંપર્ક સાધી શકાશે. આ ઉપરાંત હીટવેવ અંતર્ગત સમયાંતરે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન કરવા જિલ્લાના નાગરિકોને જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન અને નિવાસી અધિક કલેકટરશ્રી એસ.સી.સાવલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0