મહેસાણા જિલ્લામાં ગુરૂવારે નવા 229 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 1413 પર પહોંચ્યો

February 4, 2022

ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે નવા 230 કેસ નોંધાયા છે. જેની સામે 302 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં દરમિયાન એકાએક કોરોના સંક્રમણમાં વધારો થયો હતો. જેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું હતું. જોકે, છેલ્લા ચાર દિવસથી મહેસાણા જિલ્લામાં કોરોના એક્ટિવ આંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે એની સામે દર્દીઓ મોટી સંખ્યામાં કોરોનાને માત પણ આપી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં ગઈકાલે નવા 229 કેસ નોંધાયા છે. જેની સામે 303 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે નવા 3369 સેમ્પલ લેવામાં આવ્યા છે. હજુ પણ 4334 સેમ્પલના પરિણામ પેન્ડિગ જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે શહેરી વિસ્તારમાં 80 કેસ અને ગ્રામ્યમાં વિસ્તારમાં 149 કેસ જોવા મળ્યા હતા.

ગઈકાલે નોંધાયેલા કેસમાં મહેસાણા સિટીમાં 56 કેસ અને ગ્રામ્યમાં 47 કેસ, વિસનગર સિટીમાં 1 કેસ અને ગ્રામ્યમાં 5 કેસ, વડનગર સિટીમાં 2 કેસ અને ગ્રામ્યમાં 7 કેસ, સતલાસણામાં 4 કેસ, ઊંઝા સિટીમાં 5 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ, વિજાપુર સિટીમાં 1 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ, બેચરાજી ગ્રામ્યમાં 8 કેસ, જોટાણામાં 13 કેસ, કડી સિટીમાં 14 કેસ અને ગ્રામ્યમાં 45 કેસ મળી આજે નવા 229 કેસ નોંધાયા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0