ગરવી તાકાત: મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાઈરસના નવા 39 કેસો સામે આવ્યા છે. એની સામે 31 કોરોના દર્દીઓ સાજા થયા છે. જેમાં કોરોનાની સારવાર દરમ્યાન એક દર્દીનુ મોત થવા પામેલ છે. મહેસાણા જીલ્લામા અત્યારે કુલ 243 દર્દીઓ એક્ટીવ છે.
આ પણ વાંચો – કોરોનાની મહામારીમાં પશુપાલકોની મશ્કરી કરતી ભાજપ સરકાર
અત્યાર સુધી જીલ્લામાં કુલ 3698 દર્દીઓ કોરોના વાઈરસને મ્હાત આપી સાજા થયા છે. જેની સામે કુલ 5738 લોકોને અત્યારે હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવેલા છે. મહેસાણા જીલ્લામાં મૃત્યુ આંકની વાત કરવામાં આવે તો ગઈ કાલ ના 1 કોરાનાથી મૃત્યુને જોડવામાં આવે તો કુલ 32 લોકોને કોરોના ભરખી ગયો છે. મહેસાણા જીલ્લાામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 1,16,598 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં મહેસાણા જીલ્લો મુૃત્યુઆંક માં 11 માં નંબરે છે. જેમા પ્રથમ નંબરે અમદાવાદમાં કુલ 1908 લોકોના કોરોનાથી મોત થયેલ છે. રાજ્યમાં અત્યારે કુલ 12451 એક્ટીવ કેસો છે. કુલ મોતની સંખ્યા રાજ્યમાં 3734 એ પહોચી ગઈ છે. પરંતુ રાહતની વાત રહી છે કે જીલ્લા અને રાજ્યનો રીકવરી રેટ ખુબ ઉંચો છે. 90 ટકા કરતા પણ વધુ રીકવરી રેટ હોવાથી આંકડા ભયભીત કરે એવા નથી જે લોકોને રાહત પહોંચાડે છે.