–ચાર ઈસમો પડોશીઓ ના ઝઘડામાં ઉપરાણું લઈ આવી તલવાર,કુહાડી જેવા ઘાતક હથિયારો થી કરિયાણાના વેપારી સહિત ચાર વ્યક્તિઓ ઉપર તૂટી પડ્યા
— ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના માથાસુર ગામમાં ગેસની પાઇપ લાઇન બાબતે બાખડેલા પડોશીઓ નું ઉપરાણું લઈ આવેલા ચાર ઈસમોએ કરિયાણા ની દુકાન ચલાવતા ઇસમ ઉપર ઘાતક હથિયાર થી હુમલો કરતા છોડાવવા વચ્ચે પડેલા વેપારી ની દીકરી સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી હતી.
માંથાસૂર ગામમાં ગેસની પાઇપ લાઇન નાખવા બાબતે પડોશીઓ વચ્ચે માથાકુટ ચાલતી હતી ત્યારે મહિલાએ મહિલા હેલ્પ લાઇન ઉપર ફોન કરતા પોલીસે ઝઘડો કરતા વ્યક્તિઓને લઈ ગયી હતી.પોલીસ ના ગયા બાદ રાત્રે નવ વાગે કરિયાણા ની દુકાન ધરાવતા તુષાર કુમાર કાંતિલાલ પટેલ ના ઘેર લતાબેન પટેલ નું ઉપરાણું લઈ આવેલા ચાર ઈસમો વેપારીને ગાળો બોલી સાથે લાવેલા ઘાતક હથિયારો થી માર મારવા લાગ્યા હતા
જેથી વેપારી ની દીકરી, વિશાલ પટેલ અને દીપિકા બેન પટેલ વચ્ચે પડતા હુમલાખોર ઈસમોએ તેમને પણ માર માર્યો હતો.લોકો ભેગા થતા હુમલાખોરો ધમકી આપી ભાગી ગયા હતા.ઈજાગ્રસ્ત ચારેય લોકોને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં દિપીકાબેન પટેલને સામાન્ય ઈજાઓ થતા તેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપી હતી
પરંતુ વેપારી અને તેની દીકરી સહિત ત્રણ ઇસમોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.વેપારી તુષાર પટેલે ચાર ઈસમો વિરૂદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
— હુમલાખોરો:
1 – નરેશજી બાબુજી ઠાકોર
2 – ઉદિતજી જયંતીજી ઠાકોર
3 – સાવનજી ભીખાજી ઠાકોર
4 – ગુરુ ઠાકોર તમામ રહે. માથાસૂર
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી